Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માત્ર ૭ વર્ષમાં સાતમા આસમાનમાં

માત્ર ૭ વર્ષમાં સાતમા આસમાનમાં

Published : 19 September, 2024 11:11 AM | Modified : 19 September, 2024 11:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍનિમલના સાઇડ રોલ પછી નૅશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરી હવે મુખ્ય હિરોઇન તરીકે બરાબર જામી ગઈ છે : વિકી કૌશલ સાથેની બૅડ ન્યુઝ પછી હવે તેની પાસે મુખ્ય ભૂમિકાવાળી પાંચ-પાંચ ફિલ્મો છે જેમાંથી ત્રણ તો આ જ વર્ષે આવવાની છે, બધાના હીરો ટૉપ લેવલના છે

તૃપ્તિ ડિમરી

તૃપ્તિ ડિમરી


રણબીર કપૂર સાથે ફિલ્મ ‘ઍનિમલ’માં નાનકડા છતાં પ્રભાવશાળી રોલમાં ચમકીને નૅશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરીનું ભાગ્યચક્ર બરાબરનું ફરી ગયું છે. વિકી કૌશલ સાથેની હાલમાં જ આવેલી તેની ફિલ્મ ‘બૅડ ન્યુઝ’ બૉક્સ-ઑફિસ પર સારી ગઈ એને પગલે તેની સફળતાનો સિલસિલો જળવાઈ રહ્યો અને હવે એક પછી એક તેની અલગ-અલગ પ્રકારની ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. ૨૦૧૭માં નાનકડા રોલથી બૉલીવુડમાં આવેલી તૃપ્તિ હવે બરાબરની જામી ગઈ છે.


ઉત્તરાખંડના ગઢવાલની તૃપ્તિની આગામી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ છે જેમાં તેનો હીરો રાજકુમાર રાવ છે. નવરાત્રિમાં ૧૧ ઑક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મમાં એવા એક નવપરિણીત યુગલની વાત છે જે યાદગીરી માટે પોતાની ફર્સ્ટ નાઇટનો વિડિયો રેકૉર્ડ કરવાનું નક્કી કરે છે. જોકે પછી એ વિડિયોની CD ચોરાઈ જાય છે અને એ પાછી મેળવવાના ચક્કરમાં જબરદસ્ત ધમાચકડી સર્જાય છે. આ ફિલ્મ પછી તૃપ્તિ હૉરર કૉમેડી ‘ભૂલભુલૈયા 3’માં કાર્તિક આર્યન સાથે જોવા મળશે જે મોટે ભાગે દિવાળીમાં પહેલી નવેમ્બરે રિલીઝ થશે. ત્યાર બાદ ધર્મા પ્રોડક્શનની ‘ધડક 2’માં તૃપ્તિ જોવા મળશે જેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી છે. ઈશાન ખટ્ટર અને જાહ્‍‍નવી કપૂરની ‘ધડક’ની આ સીક્વલ છે. આ ફિલ્મ કદાચ નવેમ્બરમાં જ બાવીસમી તારીખે રિલીઝ થાય.



૩૦ વર્ષની તૃપ્તિની એક નવી ફિલ્મની જાહેરાત હાલમાં જ થઈ છે જેમાં તે શાહિદ કપૂરની હિરોઇન બનવાની છે. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ ઍક્શનથી ભરપૂર હશે. અનુરાગ બાસુની એક મ્યુઝિકલ લવસ્ટોરીમાં પણ તૃપ્તિ જોવા મળવાની છે જેમાં તે ફરી કાર્તિક આર્યન સાથે જોડી જમાવશે. આ બન્ને ફિલ્મો ૨૦૨૫માં આવશે.


અનુષ્કા શર્માના ભાઈની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ


તૃપ્તિ ડિમરીની શરૂઆત ૨૦૧૭માં આવેલી શ્રીદેવીની ફિલ્મ ‘મૉમ’ના નાનકડા રોલથી થઈ હતી. ત્યાર બાદ તે સની અને બૉબી દેઓલને ચમકાવતી ‘પોસ્ટર બૉય્‍‍ઝ’માં શ્રેયસ તલપડેની હિરોઇન હતી. ૨૦૧૮માં તૃપ્તિ ‘લૈલા મજનૂ’માં મુખ્ય હિરોઇન બની, પણ આ ફિલ્મ ચાલી નહીં એટલે તે અત્યંત નિરાશ થઈ ગઈ હતી. તૃપ્તિની ‘ઍનિમલ’ની સફળતાને વટાવી ખાવા ‘લૈલા મજનૂ’ તાજેતરમાં ફરી રિલીઝ કરવામાં આવી હતી અને સારી ચાલી હતી. તૃપ્તિએ ‘બુલબુલ’ અને ‘કલા’ નામની ડાયરેક્ટ OTT પ્લૅટફૉર્મ પર આવેલી ફિલ્મોમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ બન્ને ફિલ્મો તેના તત્કાલીન બૉયફ્રેન્ડ અને અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્માએ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મો વખણાઈ એને પગલે તૃપ્તિને ‘ઍનિમલ’ મળી અને એ પછી તો તેણે પાછું વળીને જોયું નથી. ત્યાં સુધી કે કર્ણેશ પણ પાછળ છૂટી ગયો.

આ છે તૃપ્તિનો વર્તમાન બૉયફ્રેન્ડ

તૃપ્તિનો કરન્ટ બૉયફ્રેન્ડ સૅમ મર્ચન્ટ છે જે મૉડલમાંથી બિઝનેસમૅન બન્યો છે. ગોવામાં સૅમની બીચ-ક્લબ્સ અને હોટેલો છે. 

આ છે તૃપ્તિના આગામી પાંચ હીરો
રાજકુમાર રાવ - વિકી વિદ્યા કા વો વાલા વિડિયો
કાર્તિક આર્યન - ભૂલભુલૈયા 3
સિદ્ધાંત ચતુર્વેદી - ધડક 2
કાર્તિક આર્યન - અનટાઇટલ્ડ
શાહિદ કપૂર - અનટાઇટલ્ડ

 

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2024 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK