વારાણસી માટે આટલા રૂપિયા લઈને દેશી ગર્લ એસ. એસ. રાજામૌલીની સૌથી વધારે ફી લેનારી ઍક્ટ્રેસ બની
પ્રિયંકા ચોપડા
‘બાહુબલી’ અને ‘RRR’ દ્વારા વિશ્વભરમાં ખ્યાતિ મેળવનારા ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલી હવે પોતાની નવી ફિલ્મ ‘વારાણસી’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડાની જોડી જોવા મળશે. પ્રિયંકાની એસ. એસ. રાજામૌલી સાથેની આ પહેલી ફિલ્મ છે. રિપોર્ટ અનુસાર પ્રિયંકાએ આ ફિલ્મ માટે ફીના ૩૦ કરોડ રૂપિયા લીધા છે. આ પહેલાં ‘RRR’માં કામ કરવા માટે આલિયા ભટ્ટે ૯ કરોડ રૂપિયા અને ‘બાહુબલી’ માટે અનુષ્કા શેટ્ટીએ પાંચ કરોડ રૂપિયા જેટલી ફી લીધી હતી. આમ પ્રિયંકા એસ. એસ. રાજામૌલીની સૌથી વધારે ફી લેનારી ઍક્ટ્રેસ બની છે.
મળતી માહિતી પ્રમાણે લીડ ઍક્ટર મહેશ બાબુએ ફી લેવાને બદલે ફિલ્મની કમાણીમાંથી ૪૦ ટકા હિસ્સો લેવાની ડીલ કરી છે. આમ, મહેશ બાબુ ફી નથી લઈ રહ્યો પણ તે નફો એસ. એસ. રાજામૌલી સાથે શૅર કરશે.


