વરુણ ધવને ખેતરમાં કામ કરતી પોતાની તસવીરો શૅર કરી છે. પાવડાથી જમીન ખોદતા અને ધાનના ખેતરમાં પ્રકૃતિનો આનંદ માણતા વરુણની સાદગીને ચાહકો પસંદ કરી રહ્યા છે.
વરુણ ધવન
વરુણ ધવને થોડા સમય પહેલાં સોશ્યલ મીડિયા પર જાણકારી આપી હતી કે તેણે એક ખેતર ખરીદ્યું છે. હવે વરુણે ખેતરમાં કામ કરતી પોતાની તસવીરો શૅર કરી છે જેને જોઈને ચાહકો તેની સાદગી અને નવા જીવનની પ્રશંસા કરી રહ્યા છે.
વરુણે શૅર કરેલી તસવીરોમાં તે ખેતરમાં મહેનત કરતો જોવા મળે છે. એમાં તે પાવડા સાથે જમીન ખોદતો અને લીલાછમ ધાનના ખેતરમાં ઊભો રહીને પ્રકૃતિનો આનંદ માણતો જોવા મળે છે. આ તસવીરો સાથે વરુણે ‘ખેતી શુરુ’ એમ માત્ર બે શબ્દોની કૅપ્શન લખી હતી.
અરબાઝ ખાન અને મલાઇકા અરોરાનો દીકરો અરહાન ઍક્શન ફિલ્મથી બનશે હીરો
ADVERTISEMENT
અરબાઝ ખાન અને મલાઇકા અરોરાનો દીકરો અરહાન ખાન હવે ઍક્શન ફિલ્મથી હીરો બનીને બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ મોટા પાયા પર બનનારી ઍક્શન ફિલ્મ હશે અને હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ સ્ટેજમાં છે.
થોડા સમય પહેલાં અરબાઝે દીકરાના લૉન્ચિંગ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘અરહાનને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં લૉન્ચ કરવા માટે અનેક ઑફર આવી રહી છે. હાલમાં દરેક વ્યક્તિ અરહાન પર નજર રાખી રહી છે. દેશમાં ઘણા ફિલ્મમેકર્સ છે અને બધા નવી ટૅલન્ટ તથા નવા ચહેરાઓની શોધમાં છે. જો કોઈ અરહાન માટે સારી ઑફર લઈને આવે તો તે એના માટે પૉઝિટિવ છે. હું પણ મારા તરફથી પ્રયાસ કરીશ, પણ અંતિમ નિર્ણય અરહાન લેશે.’
