ડેવિડ ધવનના ૭૫મા જન્મદિવસની ઉજવણીમાં દીકરા વરુણ ધવને ખાસ તસવીર શેર કરીને પિતાને શુભેચ્છા પાઠવી. બર્થ-ડે પાર્ટીમાં સલમાન ખાન પોતાના સ્ટાઇલિશ કાઉબૉય લુકથી લાઇમલાઇટમાં રહ્યો.
ડેવિડ ધવને ૭૫મી વર્ષગાંઠે ઊજવી ધમાલ બર્થ-ડે પાર્ટી
ફિલ્મમેકર ડેવિડ ધવનની રવિવારે ૭૫મી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસરે તેમના દીકરા વરુણ ધવને સોશ્યલ મીડિયા પર પિતા સાથેની એક સુંદર તસવીર શૅર કરીને તેમના પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે. આ તસવીર સાથે વરુણે કૅપ્શન લખી છે કે ‘સૌથી કૂલ ડૅડને જન્મદિવસની શુભેચ્છા. ૭૫ હાર્ડ.’
આ સિવાય ડેવિડ ધવનની બર્થ-ડે પાર્ટીની અંદરની તસવીરો પણ સામે આવી છે. પાર્ટીમાં સલમાન ખાને પણ ખૂબ લાઇમલાઇટ મેળવી હતી. સામે આવેલી તસવીરોમાં તે ડેવિડના ખભા પર હાથ રાખીને પોઝ આપતો જોવા મળી રહ્યો હતો. આ સમયે સલમાન ઑલ-બ્લૅક લુક અને કાઉબૉય હૅટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો. આ ધમાકેદાર સેલિબ્રેશનમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક નજીકના મિત્રો અને મહેમાનોએ પણ હાજરી આપી હતી.
કંગના રનૌતે રુદ્રાભિષેક કરીને કરી મહાદેવની પૂજા
ADVERTISEMENT
ઍક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સંસદસભ્ય કંગના રનૌતે ગઈ કાલે પોતાના ઘરે ખાસ રુદ્રાભિષેક કરાવીને મહાદેવની પૂજા કરાવી હતી. કંગનાએ સોશ્યલ મીડિયા પર પૂજાની તસવીરો શૅર કરીને ચાહકોને આ અંગત ધાર્મિક ઉજવણીની ઝલક બતાવી હતી. કંગનાએ આ પ્રસંગે પેસ્ટલ ગ્રીન સાડી પહેરી હતી. પૂજા કરતી વખતે ઘરના લિવિંગ રૂમના એક ભાગને ખાસ રીતે પવિત્ર પૂજાસ્થળ તરીકે સજાવવામાં આવ્યો હતો.
કિસી ડિસ્કો મેં જાએં
પટાયાની એક ક્લબમાં ગોવિંદાનો ધમાલ ડાન્સ કરતો વિડિયો ચર્ચામાં
હાલમાં ગોવિંદા પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. તેનું નામ નવોદિત ઍક્ટ્રેસ રાની સ્વર્ણકાર સાથે જોડાઈ રહ્યું છે અને બન્નેના અફેરની પણ ચર્ચા છે. આ દરમ્યાન ગોવિંદાનો એક ડાન્સ-વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે જેમાં ગોવિંદા પટાયાની એક ક્લબમાં બૅકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશનનો છે.
આ વિડિયોમાં ગોવિંદા સફેદ રંગના શર્ટ, બ્લૅક પૅન્ટ અને સફેદ બ્લેઝરમાં જોવા મળી રહ્યો છે. તેણે પોતાનાં લોકપ્રિય ગીતો ‘યુપી વાલા ઠુમકા’ અને ‘સોની કે નખરે’ પર ડાન્સ કર્યો હતો. ગોવિંદાએ પોતાના પર્ફોર્મન્સને ખૂબ એન્જૉય કર્યો હતો. પર્ફોર્મન્સ પૂર્ણ થયા બાદ તેણે ફૅન્સ સાથે હાથ પણ મિલાવ્યા હતા. ગોવિંદાના ડાન્સને ફૅન્સે ખૂબ પસંદ કર્યો છે.
નવા પ્રોજેક્ટની શરૂઆત પહેલાં સની લિયોની પતિ સાથે દર્શન કરવા માટે પહોંચી ઇસ્કૉન મંદિર
સની લિયોની પોતાના નવા પ્રોજેક્ટની શરૂઆત કરતાં પહેલાં પોતાના પતિ ડૅનિયલ વેબર સાથે આશીર્વાદ લેવા જુહુના ઇસ્કૉન મંદિરે પહોંચી હતી. જોકે સનીએ હજી સુધી આ પ્રોજેક્ટ વિશે કોઈ વિગતો જાહેર કરી નથી.
સોશ્યલ મીડિયા પર મંદિરની મુલાકાતની તસવીરો શૅર કરતાં સનીએ લખ્યું હતું કે ‘નવી શરૂઆત. આ સ્ટોરીને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. તમે બધાએ અત્યાર સુધી જે કંઈ સાંભળ્યું છે, એનાથી આ સાવ અલગ છે. આ સફર માટે તૈયાર રહો.’સની લિયોની છેલ્લે ‘કેનેડી’માં જોવા મળી હતી જેણે ફિલ્મ ફેસ્ટિવલ સર્કિટમાં ધ્યાન ખેંચ્યું હતું.
દીપિકા પાદુકોણ ગળામાં પહેરી રાખે છે દુઆના નામવાળી ડાયમંડ ચેઇન
ટૂંક સમયમાં બીજી વાર મમ્મી બનનારી દીપિકા પાદુકોણ હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. રિપોર્ટ છે કે તે પોતાની દીકરી દુઆ સાથે તેનાં મમ્મી-પપ્પાને મળવા માટે બૅન્ગલોર ગઈ હતી. આ સમયે ઍરપોર્ટ પર દીપિકા કૅઝ્યુઅલ અને કમ્ફર્ટેબલ લુકમાં જોવા મળી હતી. તેણે ઓવરસાઇઝ્ડ લાઇટ બ્લુ શર્ટ સાથે લૂઝ ફિટિંગ જીન્સ પહેર્યું હતું પણ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર તેણે ગળામાં પહેરેલી ચેઇન બની હતી. આ ચેઇનમાં ડાયમંડથી દીકરી દુઆનું નામ લખ્યું હતું. દીપિકાનું આ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ ફૅન્સને બહુ પસંદ પડ્યું હતું.
