Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહરની નેકસ્ટ ફિલ્મમાં વેદિકા પિન્ટો?

કરણ જોહરની નેકસ્ટ ફિલ્મમાં વેદિકા પિન્ટો?

Published : 04 September, 2026 02:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટ્રેસ ધર્મા પ્રોડક્શન્સની ઑફિસની બહાર સ્ક્રિપ્ટ સાથે જોવા મળતાં આવી ચર્ચા શરૂ થઈ ગઈ છે

કરણ જોહર

કરણ જોહર


‘મુસાફિર કૅફે’થી ઍક્ટ્રેસ વેદિકા પિન્ટોને સારી એવી લોકપ્રિયતા મળી છે. હાલમાં વેદિકા ધર્મા પ્રોડક્શન્સની ઑફિસ બહાર હાથમાં સ્ક્રિપ્ટ સાથે જોવા મળી હતી. આ સમયે વેદિકાએ વાઇટ ટૅન્ક ટૉપ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું અને સાઇડ-બૅગ કૅરી કરી હતી. ખુલ્લા વાળ સાથે નો-મેકઅપ લુકમાં તે ગજબની સુંદર લાગી રહી હતી. ધર્મા પ્રોડક્શન્સની બહાર ક્લિક થયેલી વેદિકાની હાથમાં રહેલી સ્ક્રિપ્ટે ચાહકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું અને તેણે ફોટોગ્રાફર્સ માટે પોઝ પણ આપ્યા હતા. વેદિકાના આ ઉત્સાહભર્યા વર્તન પછી ચર્ચા ચાલી છે કે કરણ જોહરે તેને નવી ફિલ્મ ઑફર કરી છે. જોકે અત્યાર સુધી આ અંગે વેદિકા પિન્ટો કે ધર્મા પ્રોડક્શન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK