એ જ વિષય પર ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ રહી છે મરાઠી ફિલ્મ
વિકી કૌશલ
વિકી કૌશલની ‘છાવા’ આવતા વર્ષે રિલીઝ થવાની છે, પરંતુ એ ફિલ્મ પર મુસીબત આવી પડી છે. આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના દીકરા છત્રપતિ સંભાજી મહારાજના શૌર્યની કથા દેખાડશે. ફિલ્મમાં રશ્મિકા મંદાના પણ દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ થયું છે. ફિલ્મને રાહુલ જનાર્દન જાદવે ડિરેક્ટ કરી છે. સંભાજી મહારાજની આ જ સ્ટોરી દેખાડતી મરાઠી ફિલ્મ ‘શિવરાયાંચા છાવા’ આવતા વર્ષે ૧૬ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમેકર દિગપાલ લાંજેકરે એને બનાવી છે. આ ફિલ્મનું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, પરંતુ લીડ ઍક્ટર કોણ છે એ જાણવા નથી મળ્યું. ઇતિહાસ પર આધારિત તેમની આ છઠ્ઠી ફિલ્મ છે. આથી વિકીની ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં મરાઠી ફિલ્મ રિલીઝ થતાં એના બિઝનેસ પર અસર પડશે એ નક્કી. મરાઠી ફિલ્મ ભલે મહારાષ્ટ્રમાં જ ચાલતી હોય, પરંતુ જો એ સારી બની તો એને ભારતભર સુધી પહોંચતાં વાર નહીં લાગે.