મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે મરાઠી ભાષા બાબતે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) જારી કર્યું હતું જેમાં રાજ્યની તમામ સરકારી ઑફિસમાં મરાઠી ભાષામાં જ વાત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે મરાઠી ભાષા બાબતે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) જારી કર્યું હતું જેમાં રાજ્યની તમામ સરકારી ઑફિસમાં મરાઠી ભાષામાં જ વાત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારના GRમાં કહેવામાં આવ્યું છે કે સરકારી ઑફિસ, અર્ધ-સરકારી ઑફિસ, મહારાષ્ટ્ર સરકાર આધિન સુધરાઈ સહિત સરકાર સંબંધિત ઑફિસોમાં બધા કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવે છે કે તેમણે પોતાની ઑફિસોમાં વિદેશી કે બીજાં રાજ્યોમાંથી આવતા લોકોને બાદ કરતાં તમામ લોકો સાથે મરાઠી ભાષામાં જ વાતચીત કરવી. કોઈ અધિકારી આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવા માટે કોઈ પણ કર્મચારી તેમના વિભાગના પ્રભારીને ફરિયાદ કરી શકે છે.