અમૃત સ્નાનના દિવસે જે ટ્રૅજેડી થઈ એ પછી ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભમાં વ્યવસ્થાપનની સતર્કતા અત્યંત વધારી દીધી હતી
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે સવારે સાડાત્રણ વાગ્યાથી પોતાના સરકારી નિવાસ સ્થાનમાં બનાવેલા વૉરરૂમમાં બેસીને મહાકુંભની ગતિવિધિ પર સતત નજર રાખી હતી. ગઈ કાલે વસંતપંચમીનું અમૃત સ્નાન હતું અને એ વિના વિઘ્ને પાર પડે અને તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે એ માટે યોગી આદિત્યનાથ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા. ૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અમૃત સ્નાનના દિવસે જે ટ્રૅજેડી થઈ એ પછી ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભમાં વ્યવસ્થાપનની સતર્કતા અત્યંત વધારી દીધી હતી.