નાનકડી બાળકીએ સોશ્યલ મીડિયા પર કરેલા આ સવાલના વિજય દેવરકોન્ડાએ આપેલા પ્રેમભર્યા જવાબે બધાનાં દિલ જીતી લીધાં
આ વિડિયો જ્યારે વિજય દેવરકોન્ડાએ જોયો ત્યારે તેણે ખૂબ પ્રેમાળ અંદાજમાં જવાબ આપ્યો હતો
વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાના તેમનાં ભવ્ય લગ્નને કારણે ચર્ચામાં છે. લગ્ન પછી આ કપલની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. લગ્ન બાદ આ જોડીની એક નાનકડી ફૅનનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વિડિયોમાં નાની બાળકી પોતાના ફેવરિટ અભિનેતા વિજય દેવરાકોન્ડાને પૂછે છે, ‘હું પણ તમારી ફૅન છું, તો પછી તમે મને તમારાં લગ્નમાં કેમ નહોતી બોલાવી?’
આ વિડિયો જ્યારે વિજય દેવરકોન્ડાએ જોયો ત્યારે તેણે ખૂબ પ્રેમાળ અંદાજમાં જવાબ આપ્યો હતો, ‘વહાલી દીકરી, હું તને ઘરે લંચ માટે બોલાવીશ. તને શું જમવાનું ભાવે છે, કઈ મીઠાઈ ગમે છે એ મને તું કહેજે. આપણે બધું ઘરે બનાવડાવીને સાથે ખુશીથી ખાઈશું.’
ADVERTISEMENT
નાનકડી બાળકીના સવાલના વિજયે આપેલા જવાબે સોશ્યલ મીડિયા પર ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં. આ સાથે રશ્મિકાએ પણ એ બાળકીનો વિડિયો પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કર્યો અને તેને ખાસ ગિફ્ટ આપવાનું વચન આપ્યું હતું.
