તે બન્ને થોડો વખત લિવ-ઇનમાં રહે જેથી બન્ને એકમેકને સારી રીતે સમજી શકે
વિક્રાન્ત મૅસી
વિક્રાન્ત મૅસીએ ૨૦૨૨માં તેની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે લગ્ન પહેલાં વિક્રાન્તને તેની મમ્મીએ સલાહ આપી હતી કે તે બન્ને થોડો વખત લિવ-ઇનમાં રહે જેથી બન્ને એકમેકને સારી રીતે સમજી શકે. આજે વિક્રાન્ત મમ્મીએ આપેલી સલાહને યોગ્ય ગણે છે અને કહે છે કે તેની આ સલાહ તેના માટે કારગર સાબિત થઈ હતી. એ વિશે વિક્રાન્ત કહે છે, ‘હું અને શીતલ એક દાયકાથી સાથે છીએ. લગ્ન પહેલાં અમે બન્નેએ આઠ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. અમારો સ્વભાવ એકબીજાને મળતો આવે છે અને અમારી મહત્ત્વાકાંક્ષાઓ પણ એકસમાન છે. મારી મમ્મીએ અમને સલાહ આપી હતી કે અમે સાથે રહીએ. મારા પેરન્ટ્સ ખૂબ આધુનિક વિચાર ધરાવે છે. તેમણે કહ્યું કે લગ્ન પહેલાં અમારે સાથે રહેવું જોઈએ અને એ ખરેખર મારા માટે કારગર સાબિત થયું.’