અભિનેત્રીએ પ્રેમ અને સંબંધો વિશે વાત કરી છે અને કહ્યું છે કે તે પોતાની જાતને સારી લાઇફ પાર્ટનર બનવા માટે તૈયાર કરી રહી છે
તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયા આ વર્ષે બૉયફ્રેન્ડ વિજય વર્માથી અલગ થઈ ગઈ છે. બ્રેકઅપ પછી તમન્નાએ ક્યારેય આ રિલેશનશિપ વિશે વાત નથી કરી, પણ હાલમાં એક ઇન્ટરવ્યુમાં તમન્નાનું શાનદાર ટ્રાન્સફૉર્મેશન આશ્ચર્યજનક હતું. હવે અભિનેત્રીએ પ્રેમ અને સંબંધો વિશે વાત કરી છે અને કહ્યું છે કે તે પોતાની જાતને સારી લાઇફ પાર્ટનર બનવા માટે તૈયાર કરી રહી છે.
એક ઇન્ટરવ્યુમાં તમન્નાએ જણાવ્યું હતું કે ‘મને સારો પાર્ટનર મારા જીવનમાં જલદી આવે એની આશા છે. હું એક શ્રેષ્ઠ જીવનસાથી બનવાની કોશિશ કરી રહી છું. હું એવી જીવનસાથી બનવા માગું છું જેને જોઈને કોઈને લાગે કે તેણે ગયા જન્મમાં કંઈક સારાં કર્મ કર્યાં છે એથી હું તેમના જીવનમાં આવી. હું એ દિશામાં કામ કરી રહી છું અને એનું પરિણામ બહુ જલદી મળશે.’

