Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 2026: ઝી મ્યુઝિકે ઉજવ્યો ગુજરાતી સંગીતનો ઉત્સવ

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 2026: ઝી મ્યુઝિકે ઉજવ્યો ગુજરાતી સંગીતનો ઉત્સવ

Published : 25 August, 2026 02:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે ઝી મ્યુઝિક કંપનીએ ફિલ્મી ગીતો અને લોકપ્રિય સિંગલ્સના વિસ્તરતા કેટલોગ સાથે ગુજરાતી ભાષા, સંગીત અને સંસ્કૃતિની ઉજવણી કરી.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ગુજરાતી ફિલ્મોના ગીતોથી લઈને જાણીતા કલાકારોના સિંગલ્સ સુધી, ઝી મ્યુઝિક કંપની પ્રાદેશિક સંગીત ક્ષેત્રે પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહી છે અને ગુજરાતની જીવંત સંગીત સંસ્કૃતિ સાથેનો નાતો વધુ ગાઢ કરી રહી છે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે, કંપનીએ પોતાના વિસ્તરતા ગુજરાતી મ્યુઝિક કેટલોગ દ્વારા ભાષાની સમૃદ્ધિ, વિવિધતા અને સાંસ્કૃતિક ઓળખની ઉજવણી કરવાની સાથે ભારતના પ્રાદેશિક સંગીતમાં પોતાના મૂળ વધુ મજબૂત કરવાની કટિબદ્ધતા દોહરાવી છે.

ગુજરાતી કેટલૉગ



છેલ્લા કેટલાક સમયથી ઝી મ્યુઝિક કંપનીએ ફિલ્મી ગીતો અને લોકપ્રિય સિંગલ્સ થકી ગુજરાતી સંગીતમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. કંપનીના કેટલૉગમાં `રંગા`, `ઈશ્વર ક્યાં છે`, `મોજે દરિયા` અને `જય કન્હૈયાલાલ કી` જેવી ફિલ્મોના સંગીત ઉપરાંત ભૂમિ ત્રિવેદી અને ગીતા રબારી જેવા લોકપ્રિય ગાયકોના સિંગલ્સ સામેલ છે. આ વધતા સંગ્રહમાં હવે આગામી ફેમિલી કોમેડી-ડ્રામા ફિલ્મ `ટોમ એન્ડ ચેરી`નું સંગીત પણ ઉમેરાયું છે. ઝી સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત અને ધર્મેશ મહેતા દિગ્દર્શિત આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને ધન્ય દોશી મુખ્ય ભૂમિકામાં છે, જે 28 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.


ગુજરાતી સંગીતના વૈશ્વિક પ્રભાવ વિશે વાત કરતાં જાણીતા અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં અસંખ્ય ભાષાઓ છે, પરંતુ ગુજરાતી ભાષાનો પ્રભાવ માત્ર આપણા દેશ પૂરતો મર્યાદિત ન રહેતાં વિશ્વભરમાં ફેલાયો છે. તેમણે ઉમેર્યું કે આ એટલા માટે શક્ય બન્યું છે કારણ કે ગુજરાતી સંગીત દુનિયાના ખૂણે-ખૂણે પહોંચીને આપણી ભાષા અને સંસ્કૃતિને નવા શ્રોતાઓ સાથે જોડી રહ્યું છે. આ જ લાગણી વ્યક્ત કરતાં લોકપ્રિય ગાયક શાને પણ સૌને ગુજરાતી ભાષા દિવસની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે ગુજરાતી ભાષામાં એક અનોખી મીઠાશ છે, અને ગુજરાતી સંગીતના માધ્યમથી આજે આ ભાષાની લહેર સમગ્ર વિશ્વમાં ગૂંજી રહી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee Music Gujarati (@zeemusicguj)


ગુજરાતી સંગીતમાં લોકપરંપરા, આધુનિક સૂર, ઉત્સવ, રોમાન્સ અને ઊંડી લાગણીઓનો અનોખો સમન્વય જોવા મળે છે. ડિજિટલ પ્લેટફોર્મ્સના આજના યુગમાં પ્રાદેશિક સંગીત સરહદો ઓળંગીને વૈશ્વિક સ્તરે પહોંચી રહ્યું છે ત્યારે ઝી મ્યુઝિક કંપનીના ચીફ બિઝનેસ ઓફિસર સુજલ પારેખે જણાવ્યું કે, લાગણીઓ, કવિતા અને સંગીતની દ્રષ્ટિએ ગુજરાતી ભાષાનું આગવું સ્થાન છે. ગુજરાત અને વિશ્વભરના લોકો સાથે આ ભાષાનો ગાઢ નાતો હોવાથી કંપની ગુજરાતી સંગીતમાં અપાર સંભાવનાઓ જોઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કંપની વધુ ફિલ્મો, કલાકારો અને ગીતો સાથે પોતાનો કેટલોગ વિસ્તારવા કટિબદ્ધ છે અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસે ગુજરાતી સંગીતને વિશાળ શ્રોતાવર્ગ સુધી પહોંચાડવાનો તેમને ગર્વ છે.

દિગ્ગજ કલાકારોથી માંડીને નવા સર્જકોના સૂરને સાથે લાવીને ઝી મ્યુઝિક કંપની ભાષાની મૌલિકતા અને આજના ડિજિટલ શ્રોતાઓની પસંદ વચ્ચે સુંદર સેતુ બાંધી રહી છે. આ વિશ્વ ગુજરાતી ભાષા દિવસે કંપની ગુજરાતી ભાષાને માત્ર સાંસ્કૃતિક વારસા તરીકે જ નહીં, પરંતુ સતત વિસ્તરતા અને ધબકતા સંગીતના માધ્યમ તરીકે વૈશ્વિક ફલક પર ગૌરવ અપાવી રહી છે.

અનેક ભાષાઓમાં રેલાતા સૂર

ઝી મ્યુઝિક કંપનીની સંગીત યાત્રાની સાથે ઝી સ્ટુડિયોઝ પણ 2026-27 માટે પોતાની બહુભાષીય અને વિવિધ જોનર (શૈલી) વાર્તાઓની રજૂઆત સાથે એક નવો અધ્યાય શરૂ કરી રહ્યું છે. ભારતીય સિનેમા હવે ભાષા કે ભૌગોલિક સીમાઓમાં સીમિત નથી રહ્યું, ત્યારે સ્ટુડિયો હિન્દી, મરાઠી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમની સાથે ગુજરાતી સિનેમામાં પણ `ટોમ એન્ડ ચેરી` જેવી ફિલ્મ સાથે સક્રિય પગપેસારો કરી રહ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee Studios (@zeestudiosofficial)

ઝી સ્ટુડિયોઝના પ્રવક્તાના જણાવ્યા મુજબ, ભારતની વિવિધતાને કોઈ એક ભાષા કે સિનેમેટિક દ્રષ્ટિકોણથી રજૂ ન કરી શકાય; તેથી જ તેઓ પ્રાદેશિક સંસ્કૃતિ સાથે જોડાયેલી, અનોખી અને સરહદો પાર કરી શકે તેવી કન્ટેન્ટ ઇકોસિસ્ટમ ઊભી કરવા કટિબદ્ધ છે. કોમર્શિયલ એક્શન, થ્રિલર, પૌરાણિક અને કૌટુંબિક મનોરંજનથી ભરપૂર આ પ્રોજેક્ટ્સ દ્વારા ઝી સ્ટુડિયોઝ દેશ-વિદેશના વિવિધ શ્રોતાઓ અને દર્શકોને એક મંચ પર જોડી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK