અભિનેતા મિખાઇલ કાંત્રુ અને અભિનેતા-ગાયક-ગીતકાર વરુણ તિવારી સારેગામા માટે ‘દિલ કો’ આ ગીતને ફરી ક્રિએટ કરવા અંગે વાતચીત કરી હતી. થોડા દિવસોમાં રિલીઝ થનારું આ ગીત મૂળ આર. માધવન અને દિયા મિર્ઝાની ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ નું છે જે લોકોને ખૂબ ગમ્યું પણ છે.
શરૂઆતમાં, તિવારી અને કાંત્રુ બન્ને આ અંગે રિ-ક્રિએશન વિશે અનિશ્ચિત હતા, પરંતુ જ્યારે કાંત્રુએ તિવારીએ કમ્પોઝ કરેલું અને બીજા ગીતો સાથે ગાયું તે સ્ક્રેચ વર્ઝન સાંભળ્યું, ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. તિવારીએ આ સોન્ગને બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરતાં કાર અને કાંત્રુએ ગીત માટે ઘણી છોકરીઓના ઓડિશન અને તેમની માતાઓએ કેવી રીતે બન્નેની હાંસી ઉડાવી તે વિશે પણ જણાવ્યું. તેઓ ગીતના રિલીઝ વિશે ઉત્સાહિત છે અને તેના વિશે વાત કરવાનું બંધ કરી શકતા નથી. તેઓએ ગીતનો આત્મા સાચવ્યો છે પરંતુ રૉકનો ટ્વિસ્ટ ઉમેર્યો છે.
બન્નેએ મનોરંજન ઉદ્યોગમાં બદલાતા સમય પર પોતાના વિચારો શૅર કર્યા અને તેઓ માને છે કે નિર્માતાઓ, ક્રિએટર, કલાકારો અને પ્રેક્ષકો બધા સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી વસ્તુઓ વધુ સારી બને. તેઓ માને છે કે જેઓ આ ઉદ્યોગનો ભાગ બનવા માગે છે તેઓએ તેમની વૃત્તિનું પાલન કરવું જોઈએ અને તેમના ઇચ્છિત લક્ષ્યો સુધી પહોંચવા માટે આગળ વધતા રહેવું જોઈએ.