જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પ્રવાસીઓની ક્રૂર હત્યા બાદ પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે. આક્રોશ વચ્ચે, ઘણા સંગઠનો પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી રહ્યા છે. આ મુદ્દે એએનઆઈ સાથે વાત કરતા બોલિવૂડ અભિનેતા અમિત સાધ કહે છે કે `ફિલ્મોથી પહેલા રાષ્ટ્ર આવે છે`. તેમણે આતંકવાદી હુમલા સામે કેન્દ્ર સરકારની રાજદ્વારી કાર્યવાહીમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.....