જલેબી રૉક્સ એ વિદ્યા પાઠકની હૃદયસ્પર્શી વાર્તા છે, જે 48 વર્ષીય ગૃહિણી છે જે પોતાની શક્તિ, આત્મગૌરવ અને ભૂલી ગયેલા સપનાઓને ફરીથી શોધે છે. દિગ્દર્શક ચિન્મય પુરોહિત અને નિર્માતા બિનીતા શાહે શૅર કર્યું કે આ ફિલ્મ વાસ્તવિક વાર્તાઓમાંથી જન્મી છે, એવી સ્ત્રીઓની વાર્તાઓ જે અદ્રશ્ય હોવા છતાં પણ મજબૂત રહે છે. તેઓએ વાર્તાને જેમ છે તેમ અને નેચરલ રાખી રજૂ કરવાનું પસંદ કર્યું, એવું માનીને કે જીવનની સરળ ક્ષણો ઘણીવાર સૌથી ઊંડો અર્થ ધરાવે છે. એક ફિલ્મ કરતાં વધુ, જલેબી રૉક્સ એક સૌમ્ય રીમાઇન્ડર છે: પોતાને પસંદ કરવામાં ક્યારેય મોડું થતું નથી.