° °

આજનું ઇ-પેપર
Sunday, 24 October, 2021


એક્ટર અંજના જેણે લગ્નના 15 વર્ષ બાદ અધૂરાં સ્વપ્નો પૂરા કર્યા

31 May, 2021 06:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

લગ્ન બાદ પંદર વર્ષ પહેલાનું અભિનેત્રી બનવાનું સપનું પુરું કર્યું

અંજનાએ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરની સફળતાને જોરે અભિનય ક્ષેત્રે કામ મેળવ્યું

અંજનાએ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરની સફળતાને જોરે અભિનય ક્ષેત્રે કામ મેળવ્યું

જીવન અનઅપેક્ષિત છે અને ક્યારેય કયો વળાંક ક્યાં લઇ જશે તેની કોઇ નક્કી ડગર નથી હોતી.

ધો. 10 પૂર્ણ કર્યા બાદ 17 વર્ષની ઉંમરે જ પરણી ગયેલી અંજનામાં ભારે જોશ હતું અને તે અભિનેત્રી બનવા માટે આતુર હતી. મૂળ ગુજરાતની એવી અંજનાએ સોશ્યલ મીડિયા પ્લેટપોર્મે શૅરચેટનો ઉપયોગ કર્યો અને તેને સમજાયું કે તે આ પ્લેટફોર્મ પરથી કઇ હીતે પોતાની કારકિર્દી ઘડી શકે છે. તેણે આ પ્લેટફોર્મ પર લિપ-સિંક વીડિયો બનાવવાની શરૂઆત કરી તેને ઘણાં ફોલોઅર્સ મળ્યા. તેને બહુ જલ્દી 74K ફોલોઅર્સ મળ્યા ને તે એક જાણીતી ગુજરાતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ બની.

પહેલાં તો તેના પતિને આ ન રુચ્યું પણ જલ્દી જ અંજના પ્રખ્યાતી અને સર્જનશક્તિ તેને સમજાઇ. આ પછી અંજનાને કુમ કુમ ભાગ્ય, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને રાષ્ટ્રભરના કોમેડી શો ધી કપિલ શર્મા શો જેવી જાણીતી ટેલિવીઝન શ્રેણી પાસેથી ઑફર્સ પણ મળી.

અંજનાએ કહ્યું કે, “મેં જ્યારે શૅરચેટ પર શરૂઆત કરી ત્યારે મેં એક વાર રસ્તો જડ્યા પછી પાછા ફરીને નથી જોયું. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી હું મારા સપનાની નજીક પહોંચી અને તે પુરું કર્યું. હું ગુજરાતીમાં લોકો સાથે જોડાઇ શકી, ગુજરાતીઓ સાથે જોડાઇ શકી અને ભાષાની આ ફ્રિડમ મને લેખે લાગી, આ માટે હું શૅરચેટની આભારી છું, મને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનાવાનો મોકો મળ્યો.”

31 May, 2021 06:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

અરવિંદ વેગડાએ પેટ્રોલ-ડિઝલના ભાવ પર એવી ફિરકી લીધી કે લોકો પેટ પકડીને હસી પડ્યાં

પેટ્રોલ-ડિઝલના સતત વધતાં જતાં ભાવ દરેક માટે ચિંતાનો વિષય બન્યો છે.

23 October, 2021 07:49 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

મલ્હાર ઠાકરે ડ્રીમ ગર્લ પરિણીતીના જન્મદિવસ પર કેવી રીતે પાઠવી શુભેચ્છા, જાણો

મલ્હાર ઠાકરે જ્યારે પરિણીતીને મળ્યો ત્યારે કર્યુ હતું પ્રપોઝ

22 October, 2021 05:37 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

હેં! ગૌતમ અને પંખુડીને શૂટ દરમિયાન પણ રીલ અને રિયલ લાઇફ સરખી જ લાગે છે?

ગૌતમ રોડે પંખુડી અવસ્થી રીલ લાઈફ સાથે રિયલ લાઈફમાં પણ પાર્ટનર્સ છે.

21 October, 2021 04:24 IST | Mumbai | Karan Negandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK