ડિરેક્ટર નિસર્ગ વૈદ્યની આ ફિલ્મમાં માનસી પારેખ, સ્વપ્નિલ જોશી, વિરાફ પટેલ મુખ્ય ભૂમિકામાં
`શુભચિંતક`નું પોસ્ટર
ગુજરાતી મનોરંજન માટેના OTT પ્લૅટફૉર્મ શેમારૂમી પર આજથી ગુજરાતી ડાર્ક-કૉમેડી થ્રિલર ‘શુભચિંતક’ સ્ટ્રીમ થશે. ડિરેક્ટર નિસર્ગ વૈદ્યની આ ફિલ્મમાં માનસી પારેખ, સ્વપ્નિલ જોશી, વિરાફ પટેલ, દીપ વૈદ્ય, મહેશ બુચ, તુષારિકા રાજગુરુ, નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ અને વિયા રાઠોડ જેવા કલાકારો કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું નિર્માણ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ધવલ ઠક્કર સહનિર્માતા છે.
શું છે શુભચિંતકની વાર્તા?
ADVERTISEMENT
‘શુભચિંતક’ની વાર્તા મેઘના નામની યુવતીની આસપાસ આકાર લે છે. તે પોતાના બે સાથીદારો સાથે સંજય`ને હની-ટ્રૅપ કરીને બદલો લેવા નીકળે છે. શરૂઆતમાં ગોઠવાયેલું આ આયોજન જલદી જ હાસ્યાસ્પદ ઘટનાઓ અને ભાવનાત્મક ટકરાવમાં ફેરવાઈ જાય છે. બદલા અને નૈતિકતાની વચ્ચે ફસાતી મેઘનાની આ યાત્રા સવાલ કરે છે કે બદલો ખરેખર શાંતિ આપે છે કે પછી વધુ વિનાશ સર્જે છે.


