Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલ્હાર ખૂબ જ અલગ પ્રકારનો આળસુ માણસ છે : મિત્ર ગઢવી

મલ્હાર ખૂબ જ અલગ પ્રકારનો આળસુ માણસ છે : મિત્ર ગઢવી

16 February, 2024 06:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાતે બે વાગ્યે ઊઠીને પણ ચા પીવડાવી શકે એવા ગુણવાળી છોકરી સાથે લગ્ન કરશે મિત્ર ગઢવી અને એ પણ કોર્ટ મૅરેજ.

મિત્ર ગઢવી , પૂજા જોશી , મલ્હાર ઠાકર

મિત્ર ગઢવી , પૂજા જોશી , મલ્હાર ઠાકર


મિત્ર ગઢવીનું કહેવું છે કે મલ્હાર ઠાકર ખૂબ જ આળસુ માણસ છે. તેમની ‘લગન સ્પેશ્યલ’ ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ છે જેને સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં મિત્ર અને મલ્હારની સાથે પૂજા જોષીએ પણ કામ કર્યું છે. મલ્હાર વિશે કોઈને ખબર ન હોય એવી વાત પૂછતાં મિત્રએ કહ્યું કે ‘મલ્હાર ખૂબ જ સારો કવિ છે. તેની પાસે મ્યુઝિકનું પણ ખૂબ જ સારું ક્લેક્શન હોય છે. એક સમયે તેનું રીડિંગ પણ સારું હતું, પરંતુ હવે તેને સમય મળતો હશે કે કેમ એ પણ એક સવાલ છે. જોકે તે આળસુ પણ ખૂબ જ છે. અલગ પ્રકારનો આળસુ છે. કામ બાબતે તેને જરા પણ આળસ નથી. જોકે તમે એને કહો કે મારા ઘરે આવ તો તેની પાસે સો ટકા બહાનું હશે. જેટલાં વર્ષ અમે બોરીવલી અને કાંદિવલીમાં નજીક-નજીક રહ્યાં એટલાં વર્ષ હું જ કાંદિવલી ગયો છું, તે ક્યારેય બોરીવલી નથી આવ્યો. તેની આળસનાં તેની પાસે કારણ પણ હોય છે. તે એક વૉઇસ નોટ મોકલી દેશે, પરંતુ આપણને ખબર હશે કે તે ખોટું બોલી રહ્યો છે.’

મલ્હાર ઠાકર ઇન્ડસ્ટ્રીનો મારો સૌથી પહેલો બેસ્ટ ફ્રેન્ડ છે. તે જરા પણ ફેક નથી. મિત્ર ગઢવી પણ મારો સારો ફ્રેન્ડ છે.
પૂજા જોષી

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

16 February, 2024 06:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK