આ સીક્વલની રિલીઝ પહેલાં મેકર્સે એક ખાસ માહોલ જમાવવા માટે ‘વશ’ને ૨૨ ઑગસ્ટે રીરિલીઝ કરવાની જાહેરાત કરી છે.
કલાકારો
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો નૅશનલ અવૉર્ડ જીતનાર ફિલ્મ ‘વશ’ની સીક્વલ ‘વશ-લેવલ 2’ ૨૭ ઑગસ્ટે હિન્દી અને ગુજરાતીમાં રિલીઝ થવાની છે. આ સીક્વલની રિલીઝ પહેલાં મેકર્સે એક ખાસ માહોલ જમાવવા માટે ‘વશ’ને ૨૨ ઑગસ્ટે રીરિલીઝ કરવાની જાહેરાત કરી છે. ‘વશ’ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે પણ એને સારી એવી સફળતા મળી હતી અને એના પરથી હિન્દીમાં ‘શૈતાન’ બનાવવામાં આવી હતી.
‘વશ-લેવલ 2’ સુપરનૅચરલ સાઇકોલૉજિકલ હૉરર થ્રિલર છે અને એમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, હિતેન કુમાર, ચેતન દૈયા અને પ્રેમ ગઢવી જેવાં કલાકારો કામ કરી રહ્યાં છે.

