° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


‘વાલમ આવોને...’ ફૅમ જિગરદાન ગઢવીના જીગરનો ટૂકડો કોણ છે એ આખરે જાહેર થયું

04 May, 2021 05:05 PM IST | Mumbai | Rachana Joshi

૧૮ મહિનાથી પ્રેમિકાને નથી મળ્યો સિંગર, પરિસ્થિતિ સામાન્ય થાય તેની જોઈ રહ્યો છે રાહ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

‘વાલમ આવોને...’ ગીતથી ગુજરાતી ફિલ્મના મ્યુઝિકને નવી ઊંચાઈ પર લઈ જનારા સિંગર જિગરદાન ગઢવી (Jigardan Gadhvi) લાખો છોકરીઓના દિલ પર રાજ કરે છે. પણ જિગરાના દિલમાં કોણ રાજ કરે છે તે એક મોટું રાઝ હતું. સિંગર લૉન્ગ ડિસટન્સ રિલેશનશિપમાં હતો તે વિશે તો ફૅન્સને ખબર જ છે. પણ જિગરાની ‘વાલમ’ કોણ હતી તે વિશે કોઈને ખબર નહોતી. આખરે સિંગરે તેની લેડી લવની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. સાથે જ તેને જલ્દી મળવાની ઈચ્છા પણ દર્શાવી છે.

ગત વર્ષે એક ઇન્ટરવ્યુમાં જિગરદાન ગઢવીએ કબુલાત કરી હતી કે, વર્ષ ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલ નવરાત્રી પહેલાનાં કોન્સર્ટમાં તે તેની લેડી લવને મળ્યો હતો. પરંતુ તે લેડી કોણ છે તેની જાહેરાત નહોતી કરી. પછી તે જ વર્ષે દિવાળીમાં જિગર આ યુવતીને મળવા માટે ખાસ ઑસ્ટ્રેલિયા પણ ગયો હતો. જોકે, બાદમાં થોડાક મહિનાઓમાં કોરોના વાયરસે જેમ દુનિયા બદલી તેમ જિગરાનું જીવન પણ બદલી નાખ્યું. વિદેશમાં અને દેશમાં લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે તે ઑસ્ટ્રેલિયા તેની પ્રેમિકાને મળવા જઈ શક્યો નહોતો. લૉકડાઉન દરમિયાન અનેકવાર જિગરાએ સોશ્યલ મીડિયા પર લેડી લવ સાથેની તસવીરો પોસ્ટ કરી હતી. પરંતુ એકેય તસવીરમાં જાહેરાત નહોતી કરી કે તે યુવતી છે કોણ!

આખરે આજે જિગરાદાન ગઢવીએ સોશ્યલ મીડિયતા પર લેડી લવની તસવીર શૅર કરી છે અને સાથે જ પોતાની ફિલિંગ્સ પણ કહી દીધી છે. જિગરાએ તસવીર શૅર કરતા લખ્યું છે કે, ‘આ રહી તે! ગોલ્ડન હાર્ટ ધરાવતી આ સુંદર છોકરીના પ્રેમમાં હું પાગલ છું. પ્લીઝ અમારા માટે પ્રાર્થના કરો કે અમે જલ્દી મળી શકીએ’. આ સાથે જ તેણે #JiYa અને હાર્ટના ઈમોજીસ મુક્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jigardan Gadhavi (@jigrra)

જિગરાદાન ગઢવી જે યુવતીના પ્રેમમાં છે તેનું નામ યતિ ઉપાધ્યાય છે. ઑસ્ટ્રેલિયામાં રહેતી યતિ મુળ ભારતીય છે. તે ડાન્સર અને પર્ફોમર છે. સાથે જ તે ફુડ અને ફેશન બ્લૉગર પણ છે. આ ઉપરાંત તે નર્સ પણ છે. જિગરા અને યતિની મુલાકાત વર્ષ ૨૦૧૯ના નવરાત્રી કોન્સર્ટમાં ઑસ્ટ્રેલિયામાં થઈ હતી. જે કોન્સર્ટમાં જિગરા પર્ફોમ કરવા ગયો હતો તે જ કોન્સર્ટમાં યતિ હોસ્ટ હતી.

યતિએ પણ જીગર માટેનોન પ્રેમ સોશ્યલ મીડિયા પર જાહેર કર્યો છે અને એક લાંબી પોસ્ટ મુકી છે. જેમાં લખ્યું છે, `તારા વગર હું મારા જીવનને વિચારી પણ નથી શકતી. તું મારી દુનિયા છે, તું મારું ર્સ્વસ્વ છે. જ્યારે તું મને હાઈ કહે કે મારી સામે જોઈને હસે ભલે પછી તે એક સેકેન્ડ માટે પણ કેમ ન હોય પરંતુ તે મને વિશ્વની શ્રેષ્ઠ લાગણીનો અનુભવ કરાવે છે. હું ૧૮ મહિનાથી તને નથી મળી. પણ આ એક તબક્કો છે, જે પસાર થઈ જશે. જો મારે મારી જિંદગી પાછી જીવવાની હોય ને તો હું એક વસ્તુ ચોકક્સ બદલીશ કે તને મળી એના વર્ષો પહેલા મળી હોત તો વધુ સમય સાથે પસાર કરી શક્યા હોત. હું ભગવાનનો દરરોજ આભાર માનું છું કે મારા જીવનમાં તને આર્શિવાદ તરીકે મોકલ્યો. આઈ લવ યુ બેબી`.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yati ♏️ (@yatiupadhyay)

આ પોસ્ટ જોઈને જિગરાના ફૅન્સ બહુ ખુશ થઈ ગયા છે અને બન્નેનું મિલન જલ્દી થાય ને પછી સારા સમાચાર આપે તેવી આશા રાખીને બેઠા છે.  વાલમને વાલમ મળ્યાની શુભેચ્છા ઢોલીવૂડ કલાકારો પણ આપી રહ્યાં છે.

04 May, 2021 05:05 PM IST | Mumbai | Rachana Joshi

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

વિપુલ વિઠલાણીએ નાઇન રસા માટે ડાયરેક્ટ કર્યું નાટક ‘પ્રેમ છે કે ગેમ છે’

વિપુલ વિઠલાણીને શરૂઆતમાં તો થયુ કે આમાં શું મજા આવશે પણ નાટકનો અંત તેમને ચોંકાવી ગયો. જે વાત તેમાં થઇ છે તે કદાચ લોકોએ રિયલ લાઇફમાં ફેસ કર્યું હશે પણ સ્ટેજ પર નથી જોયું

22 June, 2021 11:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

‘ષડ્યંત્ર’ પહેલી ગુજરાતી મલ્ટિસ્ટાર વેબ-સિરીઝ છે

શેમારૂમી પર ૨૪ જૂને રિલીઝ થતી આ વેબ-સિરીઝમાં રોહિણી હટ્ટંગડી, અનુરાગ પ્રપન્ન, અપરા મહેતા, વંદના પાઠક, દીપક ઘીવાલા જેવા અનેક સ્ટાર્સ છે

11 June, 2021 12:01 IST | Mumbai | Rashmin Shah
ઢોલીવૂડ સમાચાર

Exclusive: જ્યારે ઐશ્વર્યા મજમુદારનું શર્ટ સરખું કર્યું હતું અમિતાભ બચ્ચને

મીઠડી ગાયિકા અને ગુજ્જુ ગર્લ તેની માતાની સૌથી નજીક છે

10 June, 2021 06:28 IST | Mumbai | Rachana Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK