અક્ષય મ્હાત્રેએ ‘બિગ બૉસ 17’માં શ્રેણુ પરીખ સાથે જવાનો હોવાની વાતને ફગાવી દીધી છે. તેણે ૨૦૧૩માં મરાઠી સિરિયલ ‘સાવર રે’ દ્વારા ઍક્ટિંગ ડેબ્યુ કર્યું હતું
ફાઇલ તસવીર
અક્ષય મ્હાત્રેએ ‘બિગ બૉસ 17’માં શ્રેણુ પરીખ સાથે જવાનો હોવાની વાતને ફગાવી દીધી છે. તેણે ૨૦૧૩માં મરાઠી સિરિયલ ‘સાવર રે’ દ્વારા ઍક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે ૨૦૧૬માં આવેલી મરાઠી ફિલ્મ ‘યુથ’માં પણ કામ કર્યું હતું. ૨૦૧૭માં આવેલી હિન્દી સિરિયલ ‘પિયા અલબેલા’માં નરેન વ્યાસના પાત્ર દ્વારા તે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયો હતો. ‘ઘર એક મંદિર - ક્રિપા અગ્રસેન મહારાજ કી’ના શૂટિંગ દરમ્યાન તે શ્રેણુ પરીખને ડેટ કરતો થયો હતો અને ત્યારથી તેઓ રિલેશનશિપમાં છે. તેઓ હવે આ શોમાં જવાનાં છે એવી ચર્ચા છે એ વિશે વાત કરતાં અક્ષયે કહ્યું કે ‘હું હવે શ્રેણુ સાથે ‘બિગ બૉસ’ની આગામી સીઝનમાં જોવા મળવાનો છું એવા રિપોર્ટ ચાલી રહ્યા છે એ ખોટા છે. અમને આને માટે કોઈ ઑફર કરવામાં નથી આવી. હું હાલમાં મારી ઍક્ટિંગ કરીઅર પર ફોકસ કરી રહ્યો છું. ત્યાર બાદ હું રિયલિટી શોને એક્સપ્લોર કરવાના આઇડિયા વિશે વિચારીશ.’

