૨૭ એપ્રિલે શ્રીલંકા, ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ વચ્ચે શરૂ થયેલી વિમેન્સ ત્રિકોણીય વન-ડે સિરીઝની આજે ફાઇનલ મૅચ રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાનારી આ મૅચ ફૅનકોડ ઍપ પર સવારે ૧૦ વાગ્યાથી જોઈ શકાશે.
ભારત અને શ્રીલંકાની વિમેન્સ ટીમ કેપ્ટનસ
૨૭ એપ્રિલે શ્રીલંકા, ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ વચ્ચે શરૂ થયેલી વિમેન્સ ત્રિકોણીય વન-ડે સિરીઝની આજે ફાઇનલ મૅચ રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાનારી આ મૅચ ફૅનકોડ ઍપ પર સવારે ૧૦ વાગ્યાથી જોઈ શકાશે. આ સિરીઝમાં ભારતને માત્ર શ્રીલંકા સામે એક હારનો સામનો કરવો પડ્યો છે. આ સિરીઝમાં તેમની બીજી ટક્કરમાં શ્રીલંકાએ ભારત સામે સાત વર્ષ બાદ વન-ડેમાં માત્ર ત્રીજી જ જીત નોંધાવી હતી.
યજમાન શ્રીલંકાના પડકાર સામે ભારત દરેક વિભાગમાં મજબૂત પ્રદર્શન કરીને ચૅમ્પિયન બનવાનો પ્રયાસ કરશે. ભારતીય સ્પિનર સ્નેહ રાણા (૧૧ વિકેટ) આ સિરીઝમાં હાઇએસ્ટ વિકેટટેકર છે, જ્યારે સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સ (૨૦૧ રન) સૌથી વધુ રન કરવામાં બીજા ક્રમે છે. આ મૅચ જીતવી ભારત અને શ્રીલંકા બન્ને માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે એ આ વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડ કપની તૈયારીમાં મદદ કરશે.

