શાહિદ કપૂરને ચમકાવતી વેબ-સિરીઝ ‘ફર્ઝી’ ૨૦૨૩માં ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ હતી. હવે આ સિરીઝની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ વેબ-સિરીઝ માટે શાહિદ કપૂર સાથે મુખ્ય પ્લૉટલાઇન પર વાતચીત થઈ ચૂકી છે.
શાહિદ કપૂર

રિપોર્ટ પ્રમાણે શાહિદ કપૂરને ‘ફર્ઝી 2’ માટે લગભગ ૪૫ કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે. શાહિદ માટે આ ફી તેની કરીઅરની અત્યાર સુધીની સૌથી વધુ ફી છે. શાહિદ સામાન્ય રીતે ફિલ્મદીઠ પચીસથી ત્રીસ કરોડ રૂપિયા લે છે, પરંતુ ડિજિટલ પ્રોજેક્ટ્સ માટે તેણે અલગ ફી-સ્ટ્રક્ચર નક્કી કર્યું છે.