ડિલિવરી પછી ભારતી સતત હૉસ્પિટલમાંથી વ્લૉગ્સ બનાવી રહી છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કૉમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા પહેલા દીકરા ગોલાનાં પેરન્ટ્સ હતાં અને ૧૯ ડિસેમ્બરે બીજા સ્વસ્થ દીકરા કાજુનાં મમ્મી-પપ્પા બન્યાં છે. ડિલિવરી પછી ભારતી સતત હૉસ્પિટલમાંથી વ્લૉગ્સ બનાવી રહી છે. પોતાના વ્લૉગમાં ભારતીએ જણાવ્યું હતું કે ‘મારા દીકરા કાજુને રૂટીન ચેકઅપ માટે થોડા સમય માટે ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો અને હવે આખરે મને મારો દીકરો મળી ગયો છે.’
ભારતી સિંહે પોતાના લેટેસ્ટ વ્લૉગમાં પોતાના નવજાત દીકરા કાજુને પહેલી વખત તેડતો દેખાડ્યો છે. વ્લૉગની શરૂઆતથી જ ભારતી દીકરાને મળવા તત્પર હતી. જ્યારે નર્સ દીકરાને લઈને રૂમમાં આવી ત્યારે ભારતી ભાવુક બની ગઈ અને તેને પહેલી વખત તેડ્યો હતો. પોતાની લાગણી દર્શાવતાં ભારતીએ કહ્યું હતું, ‘તો... આખરે કાજુ અહીં આવી ગયો છે. થોડા સમય પહેલાં જ ગોલા અને હર્ષ ઘરે ગયા છે. જો કાજુ થોડી વાર પહેલાં આવી ગયો હોત તો તેઓ પણ મળી શક્યા હોત. હવે તો તે મારી પાસે આવી ગયો છે. બહુ સુંદર અને એકદમ હેલ્ધી બેબી છે, એકદમ ગોલા જેવો. ખબર નથી તેનો ચહેરો મારા પર ગયો છે કે કોના પર. બહુ જલદી અમે તમને તેનો ચહેરો બતાવીશું. મારો કાજુ મારા હાથમાં છે. ગણપતિબાપ્પા મોરયા... ખુશ રહે, હંમેશાં સ્વસ્થ રહે. બે દિવસ પછી મારો દીકરો મને મળ્યો છે યાર.’


