અહીં શીખો કઈ રીતે બનાવવા પાલક ઢોકલા વિથ મેક્સિકન ટૉપિંગ
પાલક ઢોકલા વિથ મેક્સિકન ટૉપિંગ
સામગ્રી : ૧ વાટકો રવો, આદું-મરચાંની પેસ્ટ, પાલકની ઝૂડી, ઈનો, દહીં કે છાશ.
રીત : રવાને એક બાઉલમાં દહીં કે છાશ નાખીને પલાળવો. એમાં આદું-મરચાંની પેસ્ટ, મીઠું અને પાલકની પ્યુરી નાખીને ૧૫-૨૦ મિનિટ રેસ્ટ આપવો. ૨૦ મિનિટ પછી ૧ ચમચી ઈનો નાખીને ઢોકળાની થાળી ૧૨-૧૫ મિનિટ સ્ટીમ કરવા મૂકવી. સાવ ઠંડી થાળી થાય પછી કટરથી રાઉન્ડ પીસ કરવા. નૉનસ્ટિક લોઢીમાં બટર મૂકીને રાઉન્ડ પીસને બન્ને બાજુ લાઇટ બ્રાઉન કલરના શેકી લેવા.
ADVERTISEMENT
ટૉપિંગ માટે : ૩ કલરના કૅપ્સિકમ, બાફેલા સ્વીટ કૉર્ન, મીઠું, કોથમીર, ઑરેગાનો, ચિલી ફ્લેક્સ, મરી પાઉડર, ટમૅટો કેચપ. બધું એક બાઉલમાં મિક્સ કરીને ટૉપિંગ રેડી કરવું. પ્લેટમાં કટ કરેલા ઢોકળા પર ટૉપિંગ મૂકીને સર્વ કરવું. ઉપર કોથમીરનું ૧-૧ પત્તું મૂકવું.

