ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે દેવ જોશી એટલે કે તમારા બાલવીરે ખસા વાતચીત કરી છે, જેમાં તેણે બાલવીરના શૂટ દરમિયાનના કિસ્સાઓ તો શૅર કર્યા જ છે પણ સાથે પોતાની પર્સનલ લાઇફ વિશેની પણ કેટલીક વાતો શૅર કરી છે. તો જાણો દેવ જોશીએ શું કહ્યું...
બાલવીરની તસવીરોનો કૉલાજ
બાળકોનો ગમતો શૉ બાલવીર નવી સીઝન એટલે કે સીઝન 5 સાથે ઓટીટી પર રિલીઝ થઈ ગયો છે. જેને પોતાના ચાહકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે દેવ જોશી એટલે કે તમારા બાલવીરે ખસા વાતચીત કરી છે, જેમાં તેણે બાલવીરના શૂટ દરમિયાનના કિસ્સાઓ તો શૅર કર્યા જ છે પણ સાથે પોતાની પર્સનલ લાઇફ વિશેની પણ કેટલીક વાતો શૅર કરી છે. તો જાણો દેવ જોશીએ શું કહ્યું...
દેવ જોશી વિશે વાત કરતાં પહેલા આપણે વાત કરીએ બાલવીર સિઝન 5 વશે, તો જાણો આ સિઝનમાં કયા નવા પડકારો જોવા મળી રહ્યા છે?
ઑપ્ટિમિસ્ટિક્સ એન્ટરટેઈન્મેન્ટની આ સિરીઝમાં દેવ જોશી શક્તિશાળી બાલવીરની ભૂમિકામાં જોવા મળે છે. વેંકટેશ પાંડે વિલનની ભૂમિકામાં દેખાય છે, જ્યારે અદિતિ સનવાલ કાશ્વીની ભૂમિકામાં છે. તો અદા ખાન એજલની ભૂમિકામાં છે અને આદિત્ય રણવિજય અજેય શશમાગની ભૂમિકામાં છે. નવી સીઝનમાં નવી વાર્તા અને જબરજસ્ત એક્શન સીક્વન્સ જોવા મળે છે. આ વખતે બાલવીરને નવા પડકારોનો સામનો કરવો પડે છે એટલું જ નહીં તેણે પોતાની સામે જ એક મોટી જંગ જીતવાની છે.
ADVERTISEMENT
ક્યાં જોઈ શકો છો બાલવીરની સિઝન 5?
બાલવીરની સિઝન 5 ઓટીટી પ્લેટફૉર્મ સોની લિવ પર સ્પેશ્યલી સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. ટેલીવિઝન પર કોઈપણ શૉ રન કરવા માટે તેની ટીઆરપી સારી મળતી હોવી જોઈએ. જો ટીઆરપી સારી ન હોય તો શૉ બંધ કરવો પડી શકે છે અને આવું જ કંઈક બાલવીરની છેલ્લી 2-3 સિઝન સાથે થયું હોવાથી શૉની પાંચમી સિઝન સાથે આગળની 4 સિઝન પણ સોની લિવ પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. સિઝન 5માં સુપરહીરો બાલવીરની વાર્તા અને રસપ્રદ પાત્રો સાથે ફરી આવ્યું છે જે માત્ર બાળકોને જ નહીં પણ તેમના આખા પરિવારનું મનોરંજન કરવામાં સક્ષમ છે.
બાલવીરનું પાત્ર ભજવતા દેવ જોશીએ કર્યા પોતાના અને પાત્ર વિશેના કેટલાક ખુલાસા...
દેવ જોશીએ તાજેતરમાં જ આરતી ખરેલ સાથે નેપાળમાં લગ્ન કર્યા છે. નેપાળમાં લગ્ન વિશે વાત કરતા દેવ જોશીએ જણાવ્યું કે આરતીના ગ્રાન્ડ પેરેન્ટ્સ મૂળ નેપાળથી છે અને તેમની એવી ઇચ્છા હતી કે તેમની ગ્રાન્ડ ડૉટરના લગ્ન નેપાળમાં થાય આથી તેમણે આ ડેસ્ટિનેશન વેડિંગનું સ્થળ નેપાળ પસંદ કર્યું હતું. બાલવીર સાથે 2012થી જોડાયેલા દેવ જોશી પોતે પણ બાલવીરના પાત્રની જેમ મોટા થયા છે આ વિશે વાત કરતા તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે મને બાલવીરનું પાત્ર અને એ શૉ એટલા માટે ગમે છે કારણકે આ એક એવો શૉ છે જે તમે પરિવાર સાથે બેસીને જોઈ શકો છે, એની સાથે જ આ શૉ તમને ઘણી બધી સારી અને સાચી સલાહ પણ આપે છે. ઘણી વાર આ શૉને કારણે મને મારી પર્સનલ લાઇફમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવામાં બાલવીરના પાત્રનો મુશ્કેલીઓ સામે લડવાનો જે અપ્રોચ છે તે મદદરૂપ બને છે.
બાલવીરમાં આવેલા પરિવર્તન વિશે શું કહેવું છે?
જેમ મારી ઊંમર વધી રહી છે તે જ રીતે બાલવીરના પાત્રની પણ ઊંમર વધે છે, બાલ્યાવસ્થામાંથી તરુણાવસ્થામાં પ્રવેશતી વખતે જે પરિવર્તન આપણે રિયલ લાઇફમાં જોતા હોઇએ છીએ એવા જ પરિવર્તન તમે બાલવીરમાં પણ જોઈ શકો છો, તો આ કારણે મને બાલવીરનું કૅરેક્ટર ખરેખર ખૂબ જ રસપ્રદ અને હેલ્પફુલ લાગે છે. આ સિવાય બાલવીરના શૂટ વખતે ઘણીબધી વાર એવું થયું છે કે હું એડિટિંગ, વીએફએક્સ બધું જોતો અને એટલે જ કદાચ હવે મને આ શૉ વિશે મોટા ભાગનું કામ આવડી ગયું છે. બિહાઈન્ડ ધ કૅમેરા ઘણીબધી એવી વસ્તુઓ છે જે હું શીખતો હોઉં છું અને મને એ ગમે છે.
વૉટ નેક્સ્ટ?
પોતાના આગામી પ્રૉજેક્ટ્સ વિશે વાત કરતાં દેવ જોશીએ જણાવ્યું કે તે ટૂંક સમયમાં જ એક વર્ષ માટે સ્પેન જવાના છે અને ત્યાં પાઇલટ ટ્રેનિંગ લેશે આ સિવાય તેમને પ્રૉફેશનલી સ્કાય ડાઇવિંગના ટ્રેનર બનવું છે જેને માટેની ટ્રેનિંગ પણ તે સ્પેનમાં લે તેવી શક્યતા છે. આ સિવાય એક્ટિંગ વિશે વાત કરતા દેવ જોશી જણાવે છે કે એક્ટિંગને મારે કરિઅર તરીકે નહીં પણ એક હૉબી તરીકે જ રાખવું છે આથી જો મને કોઈ એવા કૅરેક્ટર્સ ભજવવાની તક મળશે જે સારા સંદેશ આપે છે સમાજમાં સકારાત્મકતા લાવવા માટે કામ કરે છે તો એવા શૉમાં કે એવું પાત્ર હું ચોક્કસ ભજવીશ.
બાલવીરના ચાહકો માટે ખાસ અપીલ કરતા દેવ જોશીએ કહ્યું કે બાલવીર એક એવો શૉ છે જે માત્ર બાળકો માટે જ નહીં પણ હવે તો એ તેમના પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે પણ એટલો જ રસપ્રદ રહેશે. બાલવીરને હંમેશાં તેનો ચાહકોનો પ્રેમ મળ્યો છે અને આ વખતે પણ ચાહકોનો અઢળક પ્રેમ મળે તેવી આશા છે. કારણકે આ શૉ હવે ટેલીવિઝન પર નહીં ઓટીટી પર રિલીઝ થયો છે, તેથી તમે તમારી અનુકૂળતાએ આ શૉ માણી શકો છો.

