મને નથી લાગતું કે આપણે કોઈ પણ સેલિબ્રેશન કરવું જોઈએ. એથી અમે હવે એને મુલતવી રાખ્યું છે. અમે નેક્સ્ટ ટાઇમ સેલિબ્રેટ કરીશું, સૉરી.
હિના ખાન, રૉકી જાયસવાલ
ટીવી-ઍક્ટ્રેસ હિના ખાને તાજેતરમાં તેના બૉયફ્રેન્ડ રૉકી જાયસવાલ સાથે લગ્ન કર્યાં અને આ પછી તે મુંબઈમાં એક શાનદાર વેડિંગ-પાર્ટીનું આયોજન કરવાની હતી. જોકે ૧૨ જૂને અમદાવાદમાં થયેલા ઍર ઇન્ડિયા વિમાનના ભયાનક અકસ્માતને કારણે તેણે પાર્ટી રદ કરી દીધી છે. હિના ખાને આ માટે ફોટોગ્રાફર્સ અને લોકો પાસે હાથ જોડીને માફી પણ માગી છે.
હાલમાં હિના ખાનનો ‘લાફ્ટર શેફ્સ 2’ના સેટ પરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ બન્યો છે. આ વિડિયોમાં હિના હાથ જોડીને ફોટોગ્રાફર્સને કહે છે કે ‘મેં તમને બધાને આવવા માટે કહ્યું હતું. અમે વિચાર્યું હતું કે એક નાનું સેલિબ્રેશન કરીશું, પરંતુ ગઈ કાલે જે પણ થયું છે એ ખૂબ જ દુખદ અને ટ્રૅજિક છે. મને નથી લાગતું કે આપણે કોઈ પણ સેલિબ્રેશન કરવું જોઈએ. એથી અમે હવે એને મુલતવી રાખ્યું છે. અમે નેક્સ્ટ ટાઇમ સેલિબ્રેટ કરીશું, સૉરી.’
ADVERTISEMENT
હિનાના ફૅન્સે પણ તેના આ નિર્ણયને બિરદાવ્યો છે.
હિના ખાન પ્રેગ્નન્ટ?
હિના ખાન અને રૉકી જાયસવાલે ૨૦૨૫ની ૪ જૂને લગ્ન કરી લીધાં હતાં અને પછી પોતાની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરીને આ વાતની જાહેરાત કરી હતી. જોકે હાલમાં ‘લાફ્ટર શેફ્સ 2’ના સેટ પરની હિના અને રૉકીની તસવીરો જાહેર થઈ છે. આ ફોટો જોઈને ચર્ચા ચાલી છે કે હિના ખાન લગ્નના માત્ર દસ દિવસ બાદ ગર્ભવતી છે અને આ તસવીરમાં હિના બેબી-બમ્પ સાથે જોવા મળી છે. જોકે આ ચર્ચાને હિના કે રૉકી દ્વારા સત્તાવાર સમર્થ નથી મળ્યું અને એ માત્ર ખોટી ચર્ચા હોય એવી પણ શક્યતા છે. હિના ખાન હાલમાં સ્ટેજ-૩ બ્રેસ્ટ-કૅન્સર સામે લડી રહી છે અને તેણે તેની કીમોથેરપી પૂર્ણ કરી અને સર્જરી કરાવી છે. હવે તે ઇમ્યુનોથેરપી લઈ રહી છે ત્યારે તેની ગર્ભાવસ્થાની સ્થિતિ અશક્ય લાગે છે, પણ તસવીર કંઈક અલગ જ અણસાર આપે છે.

