° °

આજનું ઇ-પેપર
Tuesday, 30 November, 2021


KBC 13:પટનાની હોટેલમાં કુક હતા પંકજ ત્રિપાઠી, અભિનેતાના ખુલાસા પર ચોંક્યા બિગ બી

02 October, 2021 06:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતાએ કૌન બનેગા કરોડપતિના શાનદાર શુક્રવાર એપિસોડમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠીએ (Pankaj Tripathi) બૉલિવૂડમાં (Bollywood) પોતાની માટે એક આગવું સ્થાન બનાવ્યું છે. ગેન્ગ્સ ઑફ વાસેપુરથી લઈને મિર્ઝાપુર (Mirzapur) સુધી દરેક નાના-મોટા પ્રૉજેક્ટમાં તેમનું કામ વખણાયું છે. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Film Industry) આવતા પહેલા પંકજ ત્રિપાઠીએ (Pankaj Tripathi was a Cook in Hotel of Patna) જમવાનું બનાવવાનું પણ કામ કર્યું છે. અભિનેતાએ કૌન બનેગા કરોડપતિના (Kaun Banega Crorepati) શાનદાર શુક્રવાર એપિસોડમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

શૉમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), પંકજ (Pankaj Tripathi) અને પ્રતીક ગાંધી (Pratik Gandhi)ને પૂછે છે કે તેમને જમવાનું બનાવતા આવડે છે કે નહીં. આ બાબતે પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) જણાવે છે કે તેઓ એક પ્રૉફેશનલ કુક ( A Professional Cook) રહી ચૂક્યા છે અને એક હોટેલમાં કુકિંગનું કામ પણ કર્યું છે. પંકજે જણાવ્યું કે, "પટનાની એક હોટેલમાં કુકનું કામ કરતો હતો હું. ત્યાં નાઇટની ડ્યૂટિ કરતો બતો અને દિવસમાં થિયેટર રિહર્સલ કરતો હતો." પંકજનો આ ભેદ અમિતાભ માટે ખૂબ જ સરપ્રાઈઝિંગ હતો. તે શૉકિંગ રિએક્શન આપતા કહે છે કે, "મને તો આની માહિતી જ નહોતી."

પંકજે સંભળાવી પોતાના સંઘર્ષની સ્ટોરી
શૉમાં પંકજે પોતાના સંઘર્ષના દિવસોમાં પત્ની પાસેથી મળેલા સાથનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, હું વર્ષ 2004માં મુંબઇ આવ્યો હતો. પણ ગેન્ગ્સ ઑફ વાસેપુરનું શૂટિંગ વર્ષ 2012માં થયું. 8 વર્ષ સુધી કોઈને ખબર જ નહોતી કે હું કરી શું રહ્યો છું. મને ક્યારેય ખૂબ જ ભાર અને જવાબદારી જેવું લાગ્યું નહોતું. મારી પત્ની બાળકોને ભણાવી દેતી. અમે નાના ઘરમાં રહેતા હતા અને તે અમારી માટે કમાતી હતી. આ જ કારણે મારા સંઘર્ષમાં અંધેરી સ્ટેશન પર સૂવું સામેલ નથી.

પંકજે સંભળાવ્યિં અમિતાભ બચ્ચનના ડાયલૉગનું બિહારી વર્ઝન
શૉમાં પ્રતીક ગાંધીએ પણ પોતાના સ્ટ્રગલ વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે ફિલ્મ ગાંધીમાં તેમણે તે સીન કર્યો હતો જેમાં ગાંધીને ટ્રેનમાંથી બાહર ફેંકી દેવામાં આવ્યો હતો. શૉમાં અમિતાભે પંકજ અને પ્રતીકને પોતાના જાણીતા ડાયલૉગ `આજ ખુશ તો બહુત હોગે તુમ`નું બિહારી અને ગુજરાતી વર્ઝન પણ સંભળાવવા કહ્યું હતું.

02 October, 2021 06:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

KBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો

KBCને 1000 એપિસોડ પૂરા થવાના પ્રસંગે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન અને પૌત્રી નવ્યા નવેલી નંદા KBC 13માં મહેમાન તરીકે પહોંચ્યા હતા.

29 November, 2021 05:24 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ ૧૫’ના હાઉસમાં શમિતાએ કદી પણ મને સપોર્ટ નથી કર્યો : વિશાલ કોટિયન

તાજેતરમાં જ વિશાલ, જય ભાનુશાલી અને નેહા ભસીનનું એવિક્શન થયું છે

29 November, 2021 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘મરને કે લિએ થોડા, ઔર ‘બિગ બૉસ’ કે ઘર મેં જીને કે લિએ બહોત ઝહર પીના પડતા હૈ’

‘બિગ બૉસ’ના ઘરમાંથી ઇવિક્ટેડ થયા બાદ આવું કહ્યું જય ભાનુશાલીએ

28 November, 2021 10:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK