છેલ્લે સ્થિતિ એવી હતી કે, તેના વિરુદ્ધ FIR પણ નોંધાવવામાં આવ્યો. જો કે, રણવીર સિંહે પોતાના ન્યૂડ ફોટોશૂટ થકી માત્ર ચર્ચામાં જ નહીં પણ તેના આ પગલાંએ લોકોને પ્રેરિત પણ કર્યા છે.
ફાઈલ તસવીર
Kunal Verma Nude Photoshoot:બૉલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)એ જ્યારથી ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે, ત્યારથી ચર્ચામાં છે. મનોરંજન જગતમાં ભલે તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે પ્રશંસા મળી હોય, પણ અનેક લોકો તેના આ પગલાંથી નારાજ છે. છેલ્લે સ્થિતિ એવી હતી કે, તેના વિરુદ્ધ FIR પણ નોંધાવવામાં આવ્યો. જો કે, રણવીર સિંહે પોતાના ન્યૂડ ફોટોશૂટ થકી માત્ર ચર્ચામાં જ નહીં પણ તેના આ પગલાંએ લોકોને પ્રેરિત પણ કર્યા છે.
રણવીર સિંહે એક એવી પહેલ શરૂ કરી છે, જે કરવામાં દરેક જણ 10 વાર વિચારે છે, કારણકે સમાજમાં આને ખોટા દ્રષ્ટિકોણથી જુએ છે. જો કે, રણવીરની આ પહેલે અનેક લોકોને પ્રેરિત કર્યા છે. અનેક સિતારા જેમણે વર્ષો પહેલા ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું, તેને શૅર કરવા માટે તે સમયે તેમને હિંમત મળી નહોતી, પણ રણવીર બાદ તેમણે પણ સોશિયલ મીડિયા પર તે તસવીરો શૅર કરી. એટલું જ નહીં, એક એક્ટરે તો તેની પ્રેરણા લઈને તેને ફૉલો કરવાનો નિર્ણય લીદો અને ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું.
ADVERTISEMENT
કુણાલ વર્માએ કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ
`તુજ સંગ પ્રીત લગાઈ સજના` ફેમ એક્ટર કુણાલ વર્મા (Kunal Verma)એ તાજેતરમાં જ રણવીર સિંહની જેમ જ એક ન્યૂડ ફોટોશૂટ કરાવ્યો છે. એક્ટરે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આની એક તસવીર પણ શૅર કરી છે. આ તસવીર શૅર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, "મારી પાસે લિમિટેડ પૈસા હતા તેથી મેં તેને શરીર પર ખર્ચ કરવાનું વિચાર્યું."
View this post on Instagram
કુણાલ વર્માએ જણાવ્યું ન્યૂડ ફોટોશૂટનું કારણ
એક્ટર કુણાલ વર્માએ `ઇટાઇમ્સ`ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમણે ન્યૂડ ફોટોશૂટ કેમ કરાવ્યું. એક્ટરે કહ્યું, "મેં મારા શરીર પર એટલું કામ કર્યું છે તો હું કેમ છુપાવું. બૉડી જ દેખાય છે, બીજું શું?" આ સિવાય કુણાલે જણાવ્યું કે, રણવીર સિંહે તેને પ્રેરિત કર્યો છે. એક્ટરે કહ્યું કે, "કોઈકે તો શરૂઆત કરવી પડશે. રણવીરે ખરેખર ખૂબ જ સારું કામ કર્યું છે. જો કે, આપણે ત્યાં આને ન્યૂડિટી કહેવાય છે. મેં તેમની પાસેથી પ્રેરણા લીધી અને મને આમાં કોઈ ન્યૂડિટી નથી દેખાઇ." કુણાલે એ પણ જણાવ્યું કે, તેણે માઇક્રો શૉટ્સ પહેર્યા હતા.
કુણાલ વર્માના ફોટોશૂટ પર પત્ની પૂજા વર્માનું રિએક્શન
કુણાલ વર્માએ એક્ટ્રેસ પૂજા બેનર્જી સાથે લગ્ન કર્યા છે. તેના ન્યૂડ ફોટોશૂટ પર એક્ટ્રેસની શું પ્રતિક્રિયા હતી, આ અંગે કુણાલે કહ્યું, "મારી પત્ની પૂજાએ આ ક્લિક કરી છે બીજા કોની પાસેથી કરાવીશ?"

