DMK worker`s wife accuses him of sexual assault: મારા પતિ રાજકારણીઓને છોકરીઓ સપ્લાય કરે છે. તે મને બીજા પુરુષો સાથે સૂવા માટે પણ દબાણ કરે છે... તમિલનાડુની એક 20 વર્ષીય મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં આ સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મારા પતિ રાજકારણીઓને છોકરીઓ સપ્લાય કરે છે. તે મને બીજા પુરુષો સાથે સૂવા માટે પણ દબાણ કરે છે... તમિલનાડુની એક 20 વર્ષીય મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં આ સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. આ કેસમાં આરોપી ડીએમકે નેતા છે, જેમને હવે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પરંતુ તેમની પત્નીના આ સનસનાટીભર્યા આરોપથી દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. AIADMK એ આ ગંભીર બાબતની નિષ્પક્ષ તપાસ અને તમામ દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. જો આમ નહીં થાય તો તેમણે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી છે. ભાજપ પણ આ મામલે સરકાર પર પ્રહારો કરી રહી છે.
બીજી તરફ, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ આ બાબતનું સ્વતઃ સંજ્ઞાન લીધું છે. NCW એ આરોપીઓના રાજકીય સંબંધોની તપાસની માગ કરી છે. તમિલનાડુના રાજકારણમાં આવેલા આ ભૂકંપની વિગતો જાણીએ.
ADVERTISEMENT
આરોપી અરક્કોનમમાં ડીએમકે યૂથ વીંગનો ડેપ્યુટી સેક્રેટરી
હકીકતમાં, આ ગંભીર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તમિલનાડુની એક 20 વર્ષીય મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ દેવસેયાલ રાજકારણીઓને છોકરીઓ સપ્લાય કરે છે. મહિલાએ પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું હતું કે તેનો પતિ અરક્કોનમમાં ડીએમકે યૂથ વીંગનો ડેપ્યુટી સેક્રેટરી છે.
ફરિયાદ કરવા પર મારી નાખવાની ધમકી આપી
ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિએ તેનું જાતીય અને શારીરિક શોષણ કર્યું હતું. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પતિએ તેને માર માર્યો હતો અને તેનો ફોન તોડી નાખ્યો હતો. ફરિયાદમાં મહિલાએ કહ્યું કે મારા પતિનું કામ 20 વર્ષની મહિલાઓને ધમકાવવાનું અને તેમને રાજકીય નેતાઓ સાથે સૂવા માટે દબાણ કરવાનું છે. જ્યારે મેં ફરિયાદ કરી, ત્યારે તેણે મને મારી નાખવાની ધમકી આપી.
ડીએમકેએ આરોપીને પાર્ટી પદ પરથી હટાવ્યો
મહિલાએ એમ પણ કહ્યું કે તેનો પતિ જે પુરુષ સાથે કહે તેની સાથે તેણે સૂવું પડે છે. આ ગંભીર આરોપ સામે આવ્યા બાદ, ડીએમકે યૂથ વીંગએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આરોપી દેવસેયાલને પાર્ટી પદ પરથી હકાલી કાઢવામાં આવ્યો છે.
AIADMK એ મોટા વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે
AIADMK ના મહાસચિવ એડાપ્પડી કે પલાનીસ્વામીએ આ ગંભીર કેસમાં FIR દાખલ કરવામાં કથિત રીતે વિલંબ કરવા બદલ પોલીસની ટીકા કરી. તેમણે સરકારને પ્રશ્ન કર્યો કે 20 વર્ષની ઘણી મહિલાઓ અને છોકરીઓ દેવસેયાલના જાળમાં છે. શું ડીએમકે સરકાર મહિલાઓનું જાતીય શોષણ કરનારા અધિકારીઓ સામે પગલાં લેશે? AIADMK ના મહાસચિવે સ્પષ્ટ કર્યું કે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે લોકો સાથે મળીને મોટા પાયે વિરોધ પ્રદર્શન કરશે.
પીડિતાએ પોલીસની ઉદાસીનતા પર સવાલ ઉઠાવ્યા
ફરિયાદ કરનાર મહિલાએ પોલીસ પર ઉદાસીનતાનો આરોપ લગાવતો એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે મારો સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. મારો ચહેરો સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં દેખાયો છે. મારા પિતા બીમાર છે અને હું તેને સંભાળી શક્તિ નથી. પોલીસ ઘરમાં આવી રહી છે અને ફોટા પાડી રહી છે પણ કોઈ કાર્યવાહી કરી રહી નથી. ફરિયાદ દાખલ થયાને 48 કલાક થઈ ગયા છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હું આત્મહત્યા કરી લઇશ.
મહિલા આયોગે ત્રણ દિવસમાં તપાસ રિપોર્ટ માગ્યો
એક નિવેદનમાં, રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલાની "તાત્કાલિક, નિષ્પક્ષ અને પારદર્શક" તપાસની માગ કરી છે. મહિલા આયોગે નિવેદનમાં જણાવ્યું હતું કે "પીડિતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, એક સ્વતંત્ર તપાસ ટીમની રચના કરવી જોઈએ, કોઈપણ રાજકીય હસ્તક્ષેપ અટકાવવો જોઈએ." મહિલા આયોગે 3 દિવસની અંદર FIR ની નકલ સાથે કાર્યવાહીનું રિપોર્ટ પણ માગ્યું છે.

