આ સ્પષ્ટતા કરીને ચાલતી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું રોનિત રૉયે
રોનિત રૉય
લ્લા કેટલાક સમયથી રૂપાલી ગાંગુલીના લોકપ્રિય ટીવી-શો ‘અનુપમા’માં વનરાજ શાહના પાત્રને પાછું લાવવાની ચર્ચા ચાલી રહી હતી. હકીકતમાં વનરાજનું પાત્ર ભજવતા સુધાંશુ પાંડેએ આ શો છોડી દીધા પછી એના ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)માં ઘટાડો થવાને કારણે નિર્માતાઓએ વનરાજ શાહના પાત્રને પાછું લાવવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાતું હતું.
આ શોમાં ઓરિજિનલ વનરાજ સુધાંશુએ આ રોલ કરવાની ના પાડી દેતાં એવી ચર્ચા હતી કે રોનિત રૉય આ શોમાં સુધાંશુ પાંડેની જગ્યા લેશે અને નવા વનરાજ શાહ તરીકે દર્શકોનું મનોરંજન કરશે. આ ચર્ચા ચારે તરફ થતાં આખરે રોનિત રૉયે સ્પષ્ટતા કરી છે કે ‘હું ‘અનુપમા’ શો નથી કરી રહ્યો. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. હું વનરાજનું પાત્ર નહીં ભજવું.’

