રૂપાલી ગાંગુલીએ એની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી
ગોવર્ધનપૂજા કરી રૂપાલી ગાંગુલીએ
દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભની ઉજવણીરૂપે ટીવી-સિરિયલ ‘અનુપમા’ના સેટ પર ૧૯ ઑક્ટોબરે ગોવર્ધનપૂજા અને અન્નકૂટના દૃશ્યનું શૂટિંગ થયું હતું જેમાં આ સિરિયલની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ભાગ લીધો હતો. રૂપાલી ગાંગુલીએ એની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. બેસતા વર્ષના દિવસે ગોવર્ધનપૂજા ભગવાન શ્રીકૃષ્ણની ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉપાડવાની લીલાની યાદમાં કરવામાં આવે છે.


