Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ભગવાન તને આશીર્વાદ આપે, તન્ના

ભગવાન તને આશીર્વાદ આપે, તન્ના

Published : 18 June, 2026 09:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્મૃતિ ઈરાનીએ મમ્મી બનવા જઈ રહેલી કરિશ્મા તન્ના માટે ખાસ સંદેશ લખ્યો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


કરિશ્મા તન્ના ટૂંક સમયમાં મમ્મી બનવાની છે. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’માં તેની સહ-અભિનેત્રી રહેલી સ્મૃતિ ઈરાનીએ કરિશ્મા સાથેનો એક સેલ્ફી શૅર કર્યો છે, જેમાં બન્ને અભિનેત્રીઓ ખુશખુશાલ અંદાજમાં જોવા મળી રહી છે. તસવીર સાથે સ્મૃતિએ એક ભાવુક સંદેશ પણ લખ્યો હતો. સ્મૃતિએ પોતાના સંદેશમાં લખ્યું હતું કે ‘જે બાળકીને અમે મોટી થતી જોઈ હતી હવે એ પોતે જ એક બાળકની મમ્મી બનવા જઈ રહી છે. મારા દિલના કોઈ ખૂણે આજે પણ હું તેને એ ઊંચી-પાતળી કિશોરી તરીકે જ જોઉં છું જે ટેલિવિઝન સેટના કૉરિડોરમાં દોડતી ફરતી હતી અને જેને કદાચ એ વાતનો અંદાજ પણ નહોતો કે એક દિવસ તે કેટલી અદ્ભુત અને સફળ મહિલા બનશે. ભગવાન તને આશીર્વાદ આપે, તન્ના. માતૃત્વની તારી આ નવી સફર સૌમ્યતા, હાસ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર પ્રેમથી ભરપૂર રહે. જીવનનો સૌથી સુંદર અને મહત્ત્વપૂર્ણ રોલ હવે તારી રાહ જોઈ રહ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે કે તું એમાં પણ શાનદાર સાબિત થઈશ.’

ભારતી સિંહે પતિ હર્ષ લિમ્બાચિયા સાથે મળીને ખરીદ્યો કરોડો રૂપિયાનો નવો સ્ટુડિયો




કૉમેડિયન અને ટેલિવિઝન હોસ્ટ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાએ કરોડો રૂપિયાના ભવ્ય નવા સ્ટુડિયોનું પોતાનું સપનું સાકાર કર્યું છે. દંપતીએ પોતાના બન્ને પુત્રો સાથે નવા સ્ટુડિયોમાં ગૃહપ્રવેશ પૂજા યોજી હતી જેની તસવીરો અને વિડિયો હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે. ભારતી અને હર્ષે નવા સ્ટુડિયોમાં વિધિપૂર્વક પૂજા-પાઠ કરીને શુભ શરૂઆત કરી હતી. આ ખાસ પ્રસંગે તેમના બન્ને પુત્રો પણ હાજર રહ્યા હતા. પરિવાર માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક અને ગૌરવપૂર્ણ માનવામાં આવી રહી છે. તસવીરોમાં સમગ્ર પરિવાર પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળે છે. પૂજા દરમિયાન ભારતી સિંહ અનેક વખત ભાવુક પણ થઈ ગઈ હોવાના રિપોર્ટ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK