તસવીરોમાં તે પોતાના પતિ સુમિત સૂરિ સાથે આ ખાસ પ્રસંગની મજા માણતી જોવા મળે છે
સુરભિ જ્યોતિએ સોશ્યલ મીડિયા પર બેબી શાવરની કેટલીક સુંદર તસવીરો શૅર કરી છે
‘નાગિન’ અને ‘કુબૂલ હૈ’ની અભિનેત્રી સુરભિ જ્યોતિ ટૂંક સમયમાં મમ્મી બનવાની છે. તે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદથી સતત સોશ્યલ મીડિયા પર આ ખાસ સમયની સુંદર ક્ષણો ચાહકો સાથે શૅર કરી રહી છે. તાજેતરમાં શુક્રવારે તેની ૩૮મી વર્ષગાંઠ હતી ત્યારે તેના જન્મદિવસની ઉજવણીની સાથે સાથે તેનું બેબી શાવર ફંક્શન પણ યોજવામાં આવ્યું હતું. સુરભિએ તેના પરિવાર અને નજીકના લોકો સાથે આ ફંક્શન સેલિબ્રેટ કર્યુ હતું.
સુરભિ જ્યોતિએ સોશ્યલ મીડિયા પર બેબી શાવરની કેટલીક સુંદર તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં તે પોતાના પતિ સુમિત સૂરિ સાથે આ ખાસ પ્રસંગની મજા માણતી જોવા મળે છે. બેબી શાવરના દિવસે સુરભિએ લૅવન્ડર રંગનો મૅક્સી ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. ફ્લોરલ ઍક્સેસરીઝ સાથે તેણે પોતાના લુકને વધુ સુંદર બનાવ્યો હતો.
