તિલક વર્માની આગેવાનીમાં આગામી ૯થી ૨૧ જૂન દરમ્યાન ઇન્ડિયા A ટીમ શ્રીલંકામાં વન-ડે ત્રિકોણીય સિરીઝ રમવાની છે
વાઇસ-કૅપ્ટન રિયાન પરાગ હૅમ-સ્ટ્રિંગ ઇન્જરીને કારણે બહાર થઈ ગયો છે. ઋતુરાજ ગાયકવાડ એના બદલે ટીમમાં સ્થાન લેશે અને વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે.
તિલક વર્માની આગેવાનીમાં આગામી ૯થી ૨૧ જૂન દરમ્યાન ઇન્ડિયા A ટીમ શ્રીલંકામાં વન-ડે ત્રિકોણીય સિરીઝ રમવાની છે. આ સિરીઝમાંથી વાઇસ-કૅપ્ટન રિયાન પરાગ હૅમ-સ્ટ્રિંગ ઇન્જરીને કારણે બહાર થઈ ગયો છે. ઋતુરાજ ગાયકવાડ એના બદલે ટીમમાં સ્થાન લેશે અને વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે.
અગાઉ આ સ્ક્વૉડમાં સ્પિન ઑલરાઉન્ડર અનુકુલ રૉય રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે જોડાયો હતો. તેણે સ્પિનર હર્ષ દુબેનું સ્થાન લીધું હતું. હર્ષ દુબે અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે સિનિયર ટીમમાં સામેલ થયો હોવાથી તે આ ઇન્ડિયા A ટીમમાંથી બહાર થયો છે.
