Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > નિધિ ભાનુશાલી અને રૉનિત રૉય જોવા મળશે ‘બિગ બૉસ 15’માં?

નિધિ ભાનુશાલી અને રૉનિત રૉય જોવા મળશે ‘બિગ બૉસ 15’માં?

16 September, 2021 03:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યા બાદ કેટલાક અદ્ભુત વેબ-શોમાં જોવા મળનાર રૉનિત આ શોમાં જોવા મળે એવી શક્યતા વધુ છે.

 ‘બિગ બૉસ ઓટીટી’ના ગ્રૅન્ડ ફિનાલેમાં રિતેશ દેશમુખ પત્ની જેનિલિયા સાથે જોવા મળશે.

‘બિગ બૉસ ઓટીટી’ના ગ્રૅન્ડ ફિનાલેમાં રિતેશ દેશમુખ પત્ની જેનિલિયા સાથે જોવા મળશે.


‘બિગ બૉસ ઓટીટી’નો જ્યારે અંત થવા આવ્યો છે ત્યારે ‘બિગ બૉસ 15’ની શરૂઆતનો સમય પણ થઈ ગયો છે. સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા ‘બિગ બૉસ 15’ માટે નિધિ ભાનુશાલી અને રૉનિત રૉયનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યા બાદ કેટલાક અદ્ભુત વેબ-શોમાં જોવા મળનાર રૉનિત આ શોમાં જોવા મળે એવી શક્યતા વધુ છે. તે હાલમાં જ રિચા ચઢ્ઢા સાથે ‘બિગ બૉસ ઓટીટી’માં તેના શો ‘કૅન્ડી’ને પ્રમોટ કરવા માટે આવ્યો હતો. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાલીને પણ આ ઑફર કરવામાં આવી છે. ‘સ્પ્લિટ્સવિલા’ દ્વારા નામના મેળવનાર સિમ્બા નાગપાલ પણ આ શોમાં જોવા મળશે એવી ચર્ચા છે. આ સાથે જ કરણ કુન્દ્રા, રીમ શેખ, અર્જુન બિજલાણી, રિયા ચક્રવર્તી, સાન્યા ઈરાની, માહિકા શર્મા, માનવ ગોહિલ, ટીના દત્તા અને બરખા સેનગુપ્તા જેવા ઘણા લોકો શોમાં જોવા મળશે એવી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2021 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK