વિક્રમાદિત્ય મોટવાણી, કિરણ રાવ અને શકુન બત્રાને પહેલેથી જ આ પ્રોજેક્ટ માટે સાઇન કરવામાં આવ્યાં છે
વિક્રમાદિત્ય મોટવાણી
‘લસ્ટ સ્ટોરીઝ’ની પ્રથમ સીઝન ૨૦૧૮માં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પુરુષો અને સ્ત્રીઓની ઇચ્છાને અલગ-અલગ દૃષ્ટિકોણથી મૂલવી હતી. પહેલી સીઝનમાં કરણ જોહર, ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ અને દિબાકર બૅનરજી દ્વારા નિર્દેશિત ફિલ્મો હતી. ‘લસ્ટ સ્ટોરીઝ 2’ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી જેમાં આર. બાલ્કી, કોંકણા સેન શર્મા, અમિત રવિન્દ્રનાથ શર્મા અને સુજૉય ઘોષ નિર્દેશક તરીકે જોડાયા હતા.
રિપોર્ટ છે કે હવે ‘લસ્ટ સ્ટોરીઝ 3’ પર કામ ચાલી રહ્યું છે અને એનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. વિક્રમાદિત્ય મોટવાણી, કિરણ રાવ અને શકુન બત્રાને પહેલેથી જ આ પ્રોજેક્ટ માટે સાઇન કરવામાં આવ્યાં છે અને હવે આ ટીમમાં જોડાયેલા ચોથા ડિરેક્ટર છે ‘સ્ત્રી’ અને ‘સ્ત્રી 2’વાળા અમર કૌશિક. તેઓ પહેલી વખત મૅડૉક ફિલ્મ્સના હૉરર-કૉમેડી યુનિવર્સથી બહાર નીકળીને કામ કરશે. તેમની શૉર્ટ ફિલ્મ વિશે હજી વધુ માહિતી નથી મળી પણ એમાં કૉમેડીનો સ્પર્શ હશે.

