છેલ્લે ૨૫૦૦થી ૩૦૦૦ લોકોએ વાંદરાના આત્માની શાંતિ માટે વિધિ કરાવી હતી. કેટલાક લોકોએ માથું પણ મૂંડાવ્યું હતું અને સ્ત્રીઓએ સૂતક પાળ્યું હતું.
ગામલોકોએ ભેગા થઈને વાંદરાની માનભેર અંતિમવિધિ કરાવી એટલું જ નહીં, પાંચ દિવસનો શોક પણ પાળ્યો હતો
મહારાષ્ટ્રના બળદે ગામમાં રખડુ કૂતરાઓએ વાંદરા પર હુમલો કર્યો હતો. ગંભીર હુમલાને કારણે ઘાયલ થયેલો વાંદરો ગામની પાદરે ઘૂમતો રહ્યો હતો અને સારવારના અભાવે મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાથી ગામ લોકોનું દિલ દ્રવી ઊઠ્યું. ગામલોકોએ ભેગા થઈને વાંદરાની માનભેર અંતિમવિધિ કરાવી એટલું જ નહીં, પાંચ દિવસનો શોક પણ પાળ્યો હતો. છેલ્લે ૨૫૦૦થી ૩૦૦૦ લોકોએ વાંદરાના આત્માની શાંતિ માટે વિધિ કરાવી હતી. કેટલાક લોકોએ માથું પણ મૂંડાવ્યું હતું અને સ્ત્રીઓએ સૂતક પાળ્યું હતું.

