ફિલ્મો, વેબ સિરીઝ અને ટીવી શો જે આ અઠવાડિયે રજૂ થશે
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો આવશે શનિવારથી
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો (સીઝન 3) - નેટફ્લિક્સ, ૨૧ જૂન
કપિલ શર્માનો લોકપ્રિય કૉમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ એની ત્રીજી સીઝન સાથે પાછો ફર્યો છે. આ વખતે નવજોત સિંહ સિધુની પણ વાપસી થઈ છે જે અર્ચના પૂરણસિંહ સાથે જજની ખુરસી સંભાળશે. વીક-એન્ડ પર આવનારા આ શોમાં સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા અને રાજીવ ઠાકુર સ્ટેજ પર હાસ્યનો ડબલ ડોઝ આપશે.
ADVERTISEMENT
ડિટેક્ટિવ શેરદિલ - ઝી5, ૨૦ જૂન
દિલજિત દોસાંઝ આ ફિલ્મમાં અનોખા જાસૂસ ‘શેરદિલ’ની ભૂમિકામાં છે. એક અબજપતિની હત્યાના ગૂંચવણભર્યા રહસ્યને ઉકેલવા માટે તેને બુડાપેસ્ટ લઈ જવામાં આવે છે. નતાશા (ડાયના પેન્ટી) સાથે મળીને શેરદિલ તપાસ આગળ વધારે છે, પરંતુ રહસ્યોની ભૂલભુલૈયામાં તે ફસાતો જાય છે. આ ફિલ્મ ઍક્શન, કૉમેડી અને મિસ્ટ્રીનું શાનદાર મિશ્રણ છે.
ગ્રાઉન્ડ ઝીરો - પ્રાઇમ વિડિયો, ૨૦ જૂન
૨૦૦૧માં ભારતીય સંસદ પર થયેલા આતંકવાદી હુમલા પછીની તપાસ પર આધારિત આ ફિલ્મ BSFના લેફ્ટનન્ટ કમાન્ડન્ટ નરેન્દ્ર નાથ ધર દુબેની વાસ્તવિક ઘટનાઓ દર્શાવે છે. ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં લીડ ઍક્ટર છે. હવે આ થ્રિલર ફિલ્મ OTT પર દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે.

