પડતર દિવસ તિથિના ક્ષય અને ઉમેરણને કારણે સર્જાતો હોય છે. આ પ્રકારના પડતર દિવસે કોની આરાધના કરવી અને એને કેવી રીતે વધારે લાભદાયી બનાવવો એ વ્યક્તિના હાથમાં છે
શુભ લાભ
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા થોડા સમયથી દિવાળી અને નવા વર્ષ વચ્ચે ધોકો આવતો જોવા મળે છે. પહેલાં આવું ઓછું બનતું. આ પાછળનું જો કોઈ કારણ હોય તો તિથિનો ક્ષય કે ઉમેરણ છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારના વધારાના દિવસને ધોકો કહેવામાં આવે છે, પણ શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ પડતર દિવસના સ્વરૂપમાં થયો છે. પડતર દિવસ એક એવો દિવસ છે જેમાં નકારાત્મકતા અને સકારાત્મકતાના સરખા સંયોગ છે. ઉદાહરણ સાથે સમજાવવું હોય તો કહી શકાય કે આ દિવસ પાણી જેવો છે. જેમ પાણીમાં જે ઉમેરો એવો રંગ પાણી પકડી લે એવું જ આ પડતર દિવસનું છે. તમે એને જેવો બનાવવા ધારો એ બની શકે એટલે આજના દિવસનું મૂલ્ય સહેજ પણ ઓછું આંકવું નહીં.