Vaastu Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દૃષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ` (Vaastu Vibes)માં...
ગતાંકમાં તમે પોતાની જાતને એ પ્રશ્ન કરી શક્યા હતા કે તમારી જે જગ્યા છે એ પછી ઘર હોય કે ઓફિસ, શું તેનો તમે સાચી રીતે ઉપયોગ કરી જાણો છો? આ કેટલું જરૂરી છે તે વિષે તો વાત કરી હવે આજે જાણીએ કે એવા કયા ફેરફારો કરવાથી તમે તમારા સ્થળનો બેસ્ટ ઉપયોગ કરી શકશો. મુખ્ય બે મુદ્દાને સમજીએ.
ADVERTISEMENT
૧. પ્રાકૃતિક ઊર્જાને સમજો
સૌ પ્રથમ આવે છે કે પ્રાકૃતિક ઊર્જાને સમજો... તમને ખ્યાલ જ છે કે ઊર્જા એ કંઈ તમે કે મેં બનાવેલી વસ્તુઓમાંથી તો નહીં જ મળે. પણ, કુદરતી પરિવેશમાંથી ઊર્જા વહી આવે છે. જેમ કે સૂર્યપ્રકાશ, જળાશયો, પવનની ગતિ, જમીનની સંરચના, પર્વતો, વૃક્ષો, નદીઓ વગેરે વગેરે.... આ તમામ કુદરતી તત્વો તમને સુખાકારી આપવા માટે શક્તિ પૂરી પાડે છે. કૉન્શિયસ વાસ્તુ (Vaastu Vibes) એ તમને ડરીને નિર્ણયોને લેવાને બદલે તેનો આદર કરવાનું અને તેની સાથે કઈ રીતે વધુ ને વધુ જોડાઈ શકાય એ સૂચવે છે. પ્રકૃતિનો પોતાનો એક લય હોય છે. બસ તેને જોતા થાઓ અને રોજિંદા જીવનમાં અપનાવતા જાઓ.
૨. પર્સનલ એનર્જી અથવા બર્થ ચાર્ટ્સ
વાસ્તુ (Vaastu Vibes) પસંદ કરતી વખતે તમારી જન્મ તારીખ પણ મોટો ભાગ ભજવે છે. કારણ કે તમારો બર્થ ચાર્ટ્સ એ તમારી પર્સનલ એનર્જીના સ્વરૂપને દર્શાવે છે. માટે જ જન્મતારીખ વગેરેની માહિતી લઈને વાસ્તુની પસંદગી કરાય તો બન્નેનો સુમેળ થાય છે. જીવન સરળ, વધુ આનંદકારક બની જાય છે. તમે કોઈ જગ્યાને અનુકુળ બનાવવાનો પ્રયાસ કરો તે પહેલાં પોતાની એનર્જીને ડેવલપ કરો. કારણ કે જો તમારી પોતાની જ એનર્જી ઓછી હશે તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ડિઝાઇન કરેલ ઓરડો પણ નેગેટીવ પરિણામ જ આપશે.
વાસ્તુરીડીંગ (Vaastu Vibes), કુદરતી ઊર્જાસ્ત્રોતો ને પર્સનલ ચાર્ટનો ઉપયોગ કરીને તારવવામાં આવેલ આ સિમ્પલ સ્ટ્રેટેજીને ફોલો કરી શકાય છે. જેમકે જગ્યાની એનર્જીને સમજવી, પર્સનલ એનર્જી વિષે જાણવું, ડર કે મૂંઝવણ વગર સ્પષ્ટ અને આત્મવિશ્વાસ સાથે વાસ્તુ પસંદગી કરવી. આ સ્ટ્રેટેજીઝ વ્યવહારુ છે. જે તમારા રોજીંદા જીવનમાં ખલેલ પહોંચાડ્યા વગર ફેરફાર સૂચવે છે.
હવે આપણે આગામી આર્ટિકલ્સ (Vaastu Vibes)માં એ જોઈશું કે પર્સનલ એનર્જીને વધુ કઈ રીતે જાગ્રત કરી શકાય.

