ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારે થોડું વધારે ધ્યાન આપવાની અને શિસ્ત રાખવાની જરૂર પડશે. તમે જે પરિણામો ઇચ્છો છો એના વિશે ખૂબ જ સ્પષ્ટ રહો અને તમારી જાતને વિચલિત થવા દેશો નહીં. કોઈ પણ વિચારો અથવા યોજનાઓ વિશે અકાળે વાત કરવાનું ટાળો, ભલે તમે કૅઝ્યુઅલ વાત કરતા હો. જરૂરી કમ્યુનિકેશન્સના જવાબો ઝડપથી આપો અને તમારી દિનચર્યામાં વ્યવસ્થિત રહો.
મિત્ર તરીકે લિયો
લિયો રાશિના લોકોને ખરેખર લોકોની આસપાસ રહેવું ગમે છે અને તેમના મિત્રો તેમના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેઓ જીવનને સંપૂર્ણ રીતે જીવવાનું પસંદ કરે છે અને તેમની સાથે રહેવાની મજા આવે છે. તેઓ કોઈ પણ ફૉલ્ટ માટે ઉદાર હોઈ શકે છે અને આખા ગ્રુપનો ખર્ચ ખુશીથી ઉઠાવશે. લિયો રાશિના લોકો વફાદાર અને પ્રોટેક્ટિવ હોય છે અને કોઈ પણ પરિસ્થિતિમાં તેમના મિત્રો માટે ઊભા રહે છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
શાંત રહો અને કોઈની સાથે દલીલમાં તમે ફસાઈ જાઓ તો ગુસ્સાને તમારા પર હાવી થવા દેશો નહીં. કંઈ પણ નવું શરૂ કરવા માટે આ પૉઝિટિવ સમય છે.
લાઇફ ટિપ : તમારી પાસે કોઈ પણ અવરોધને પાર કરવાની અને તમારા ધારવા મુજબનાં પરિણામો લાવવાની ક્ષમતા છે. સફળતા અને વિકાસ માટે તમે જે પડકારોનો સામનો કરો છો એનો ઉપયોગ કરો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
ભલે તમે લોકોની આસપાસ રહેવાના મૂડમાં ન હો તો પણ પોતાને અલગ રાખવાનું ટાળો. ખાતરી કરો કે તમને પૂરતી આરામદાયક ઊંઘ મળે. વીક-એન્ડમાં વધુપડતી ઊંઘ પૂરતી નથી.
લાઇફ ટિપ : તમારા લક્ષ્ય વિશે સ્પષ્ટ રહો અને સમાધાન ન કરો. તમારું ધ્યાન અનેક દિશામાં વિખેરવાને બદલે કેન્દ્રિત રહો. તમે જેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો એ જ તમે બનાવો છો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
યોગ્ય પસંદગી કરો અને સફળતાના માર્ગમાં જરૂરી કોઈ પણ બલિદાન આપવા તૈયાર રહો. કોઈ પણ પ્રૉપર્ટી અથવા વારસાગતના મામલાઓમાં સાવચેત રહો.
લાઇફ ટિપ : તમારી આંતરિક સ્ફુરણા પર વિશ્વાસ કરો, ભલે તમે એની દરેક વિગત સમજી શકતા ન હો. ધીરજ રાખો અને જાણો કે દરેક વસ્તુ માટે એક યોજના અને કારણ હોય છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
ખાતરી કરો કે તમે કોઈ પણ મીટિંગ, ઇન્ટરવ્યુ અથવા વાટાઘાટો માટે સંપૂર્ણપણે તૈયાર છો. ખૂબ જ ઝડપથી અતિશયોક્તિ કરવાને બદલે ધીમે-ધીમે કોઈ પણ લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરો.
લાઇફ ટિપ : ધ્યાનસ્થ થવા માટે દરરોજ થોડો સમય કાઢો અને શાંતચિત્તે બેસવાનું રાખો. તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉતાવળ ન કરો, પરંતુ એના તરફ સતત કાર્ય કરતા રહો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
પરિવાર માટે સમય કાઢો અને એવું કંઈક કરો જેનો આનંદ દરેકને થાય. કોઈ પણ નવા કામ કે બિઝનેસની તકો વિશે નિર્ણય લેતાં પહેલાં એને સારી રીતે સમજવી જોઈએ.
લાઇફ ટિપ : તમારી જીવનસફર પર નજર કરો. તમે વારંવાર જે લોકોને મળો છો તેમના વિશે વિચારવાનું રાખો. તમારા જીવનમાં વારંવાર બનતી ઘટનાઓની પૅટર્ન સમજો અને એ બદલવાનો પ્રયાસ કરો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં ખાતરી કરો કે તમારી પાસે એના વિશેની જરૂરી માહિતી છે. નવા લોકોને મળવા માગતા સિંગલ લોકો માટે આ એક પૉઝિટિવ સમય છે.
લાઇફ ટિપ : તમારા ડરને તમારા પર હાવી ન થવા દો, કારણ કે તમારા હાથમાંથી તકો જઈ શકે છે. જ્યારે જરૂર હોય ત્યારે તમારા માટે બોલો અને અન્ય લોકો અથવા પરિસ્થિતિઓને તમારા પર પ્રભાવ પાડવા દેશો નહીં.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય વિશે કાળજીપૂર્વક વિચારો અને ટૂંકા ગાળાના લાભને બદલે લાંબા ગાળાના ફાયદા પર નજર નાખો. તમારા સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખો.
લાઇફ ટિપ : તમે જે પણ પડકારોનો સામનો કરો છો એ તમને ફક્ત મજબૂત બનાવશે. યાદ રાખો કે વાસ્તવિક શક્તિ દેખાડો કરતી નથી, એ સ્થિર અને શાંતિથી કાર્ય કરે છે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જો તમે એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો જેના માટે તમે ઉત્સાહી છો તો હાર માનશો નહીં. રિલેશનશિપ કે ફ્રેન્ડશિપમાં કોઈ પણ પડકારોને અવગણવાથી એ હટવાના નથી.
લાઇફ ટિપ : તમારા જીવનની ઉકેલાઈ ન હોય એવી સમસ્યા પર તનાવ લેવાથી કોઈ ફાયદો થશે નહીં. તમારી જાતને જૂની વિચારસરણી સુધી મર્યાદિત રાખવાને બદલે પરિસ્થિતિને નવા દૃષ્ટિકોણથી જોવાનું રાખો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
જો તમને લાગે કે પરિસ્થિતિ જેવી લાગે છે એવી નથી તો તમારી અંતઃ પ્રેરણાને સાંભળો. તમે એવા લોકો સાથે સમય વિતાવો જે તમને સમજે છે અને તમારા પ્રિય છે.
લાઇફ ટિપ : તમારા હૃદયથી સાંભળો અને વિશ્વાસ રાખો કે તમારા માટે ભગવાનના બીજા પ્લાન છે. મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ બાબત મનોરંજક લાગે છે એના કરતાં ખરેખર શું મહત્ત્વપૂર્ણ છે એ વિશે વિચારો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
તમારી આંતરિક પ્રેરણા અને કેન્દ્રિત પ્રયાસ પર ધ્યાન આપીને કોઈ પણ પડકારનો સામનો કરી શકાય છે. પોતાનો બિઝનેસ ધરાવતા લોકો માટે આ એક પૉઝિટિવ સમય છે.
લાઇફ ટિપ : ખચકાટ છોડી દો અને તમારાં સપનાં પર ધ્યાન કેન્દ્રિત કરો. ભગવાને તમને જે ક્ષમતા આપી છે એની ગણતરી કરો અને જીવન તમને મોકલે છે એ દરેક તકનો ઉપયોગ કરો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
કોઈ પણ પરિવર્તન અને પડકારો તમારા માટે શ્રેષ્ઠ જ હશે. તમારા નિયંત્રણની બહારની કોઈ પણ બાબત પર ટેન્શન લેવાની જરૂર નથી. તમે શું ઇચ્છો છો એ વિશે ખૂબ સ્પષ્ટ રહો.
લાઇફ ટિપ : કોઈ પણ ઊથલપાથલ સ્થિર પરિસ્થિતિઓને છોડી દેવા માટે હોય છે. નવા માટે જગ્યા બનાવવા તમારે જૂનાને છોડી દેવું પડશે. શક્ય હોય એટલી તમારી આસપાસ જગ્યા ખાલી કરો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
પડકારોનો ઉકેલ શોધવા બિનપરંપરાગત પદ્ધતિ માટે તૈયાર રહો. આ સમય ફ્રેન્ડશિપ અને ખાસ કરીને લાંબા સમયથી ચાલતી રિલેશનશિપ માટે સારો છે.
લાઇફ ટિપ : મોટું વિચારો અને તમારાં સપનાંને સાકાર કરવા માટે કામ કરો. તમને બિનપરંપરાગત રીતે ટેકો મળી શકે છે એટલે બધું જ શક્ય છે.

