પહેલાં ટ્રેડિશનલ વેઅર સાથે પહેરાતા માંગટીકાને જેન્ઝી દ્વારા હવે વેસ્ટર્ન આઉટફિટ સાથે સ્ટાઇલ કરવાનું નવું ચલણ વધ્યું છે
પ્રતીકાત્મક તસવીર
નાઇન્ટીઝ અને અર્લી ટ્વેન્ટીઝના સમયમા લેહંગા-ચોલી સાથે માંગટીકા પહેરવાનો ટ્રેન્ડ હતો ત્યારે ફરી એક વાર આ ટ્રેન્ડ નવા અંદાજમાં પાછો આવ્યો છે. પરંપરાગત શૈલીને સમકાલીન સ્પર્શ આપીને પર્ફેક્ટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનેલા માંગટીકાને હવે જેન-ઝી યુવતીઓ સ્ટ્રૅપલેસ બ્લાઉઝ, ચમકદાર સિલ્કી સાડી સાથે સ્ટેટમેન્ટ ઍક્સેસરી તરીકે સ્ટાઇલ કરી રહી છે. આ જ કારણે માંગટીકા ફરીથી ફૅશનમાં આવ્યા છે. વેસ્ટર્ન વેઅર સાથે માંગટીકા સ્ટાઇલ કરવાથી ફ્યુઝન ટ્વિસ્ટ મળે છે અને અત્યારની યુવતીઓ નેવુંના દાયકાની ફૅશનને ફરી જીવવા માગે છે એમ કહેવું ખોટું નથી.
અત્યારે નાના, નાજુક માંગટીકા બહુ ટ્રેન્ડમાં છે. એક નાનું સૉલિટેર અથવા મોતી હોય જે તમારા વેસ્ટર્ન આઉટફિટ સાથે સહજતાથી ભળી જાય એવા ટીકા પહેરવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
મારા લુકને આકર્ષક બનાવવા માટે કૉકટેલ ડ્રેસ પસંદ કરી શકો છો. નેવુંના દાયકામાં સાઇડ પાર્ટેડ હેરસ્ટાઇલ બહુ કૉમન હતી, પણ હવે એવું કંઈ રહ્યું નથી. તમે મિડલ પાર્ટિશન પાડીને હેરસ્ટાઇલ કરો અથવા વાળ ખુલ્લા જ રહેવા દઈને વચ્ચે ટીકો પ્લેસ કરશો તો બહુ મસ્ત લાગશે.
સ્ટાઇલિંગ ટિપ્સ
- માંગટીકાને જેન-ઝી ક્રૉપ ટૉપ્સ, બ્લેઝર જીન્સ, બૉડીકૉન ડ્રેસ અને ગાઉન સાથે સ્ટાઇલ કરશો તો એ બોલ્ડ સ્ટેટમેન્ટ બની જશે. સંગીત સમારોહ કે કૉકટેલ ફંક્શન્સમાં એને બહુ પસંદ કરવામાં આવે છે.
- સિંગલ સૉલિટેર, એક મોતી અથવા નાનું ઝૂમખું ધરાવતા ટીકા પશ્ચિમી અને આધુનિક ભારતીય પોશાક સાથે સહેલાઈથી ભળી જાય છે. એ પહેરવામાં પણ હળવા અને આરામદાયક હોય છે.
- માથાપટ્ટી ન નાખવી હોય તો માંગટીકો તમારા લુકને એલિવેટ કરશે અને તમારી સાદગીમાં સુંદરતા નિખારશે.
- હેરસ્ટાઇલની વાત કરીએ તો લો સ્કિલ બન પર માંગટીકો સ્ટાઇલ કરશો તો એ હાઇલાઇટ થશે અને લુકને વધુ આકર્ષક બનાવવો હોય તો ઓપન કર્લ્સનો ઑપ્શન બેસ્ટ છે.


