આજકાલ બ્યુટી અને સ્કિનકૅરની દુનિયામાં લિમ્ફેટિક ડ્રેનેજ નામનો શબ્દ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સોશ્યલ મીડિયા પર અનેક ઇન્ફ્લુએન્સર્સ, ડર્મેટોલૉજિસ્ટ્સ અને બ્યુટી-એક્સપર્ટ્સ આ ટેક્નિકની વાત કરતા જોવા મળે છે.
પ્રતીકાત્મક તસવીર
લિમ્ફેટિક ડ્રેનેજ એક ખૂબ જ સૌમ્ય મસાજ-ટેક્નિક છે જે શરીરની લિમ્ફેટિક સિસ્ટમને સક્રિય કરવામાં મદદ કરે છે. લિમ્ફેટિક સિસ્ટમ આપણા શરીરનું એક કુદરતી ફિલ્ટરેશન નેટવર્ક છે જે શરીરમાંથી ટૉક્સિન્સ, વધારાનું પાણી અને વેસ્ટ પ્રોડક્ટ્સ દૂર કરવામાં મદદ કરે છે.
આ સિસ્ટમ જ્યારે ધીમી કામ કરે છે ત્યારે ચહેરા પર સોજો, પફીનેસ, ડલનેસ અને અનઈવન સ્કિનટોન જેવી સમસ્યાઓ દેખાય છે. લિમ્ફેટિક ડ્રેનેજ મસાજથી આ સિસ્ટમ સક્રિય થાય છે અને બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે જેને કારણે સ્કિન વધુ ફ્રેશ, હેલ્ધી અને નૅચરલી ગ્લોઇંગ લાગે છે.
ADVERTISEMENT
બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં એનો ઉપયોગ : લિમ્ફેટિક ડ્રેનેજ હવે ફક્ત મેડિકલ થેરપી પૂરતું સીમિત નથી, પરંતુ બ્યુટી અને વેલનેસ-ઇન્ડસ્ટ્રીમાં પણ એનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.
ફેશ્યલ લિમ્ફેટિક ડ્રેનેજ : બ્યુટી-સ્પા અને સ્કિન-ક્લિનિક્સમાં આ ટેક્નિકનો ઉપયોગ ચહેરાનું પફીનેસ ઘટાડવા, ટૉક્સિન્સ દૂર કરવા અને નૅચરલ ગ્લો લાવવા માટે કરવામાં આવે છે. હળવા હાથથી કરવામાં આવતો મસાજ સ્કિનને ડિટોક્સ કરે છે અને ઇન્સ્ટન્ટ રીફ્રેશ્ડ લુક આપે છે.
બૉડી ડ્રેનેજ મસાજ : આખા શરીર માટેનો લિમ્ફેટિક મસાજ ડિટોક્સિફિકેશન માટે, સેલ્યુલાઇટ ઘટાડવા એટલે કે શરીર પર દેખાતા અનઈવન ફૅટ-લમ્પ્સને સ્મૂથ કરવા અને બૉડી-શેપ સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને બ્યુટી-ક્લિનિક્સ અને વેલનેસ-સેન્ટર્સમાં આ થેરપી ખૂબ લોકપ્રિય બની છે.
ટૂલ્સનો ઉપયોગ : આજકાલ ઘણા લોકો ઘરે બેસીને પણ ગ્વા શા, ફેસ-રોલર કે ડ્રેનેજ મશીનથી આ મસાજ કરતા થયા છે. આ ટૂલ્સના ઉપયોગથી ચહેરા પર બ્લડ-ફ્લો વધે છે અને સ્કિન ટાઇટ અને યંગ લાગે છે.
પોસ્ટ-ટ્રીટમેન્ટ રિકવરી : લિમ્ફેટિક મસાજનો ઉપયોગ સ્કિન-ટ્રીટમેન્ટ કે ફેશ્યલ પછી પણ થાય છે જેથી સ્વેલિંગ અને ઇન્ફ્લમેશન ઘટાડી શકાય.
શું ફાયદો થાય?
ચહેરાનો સોજો અને થાક ઓછો કરે
સ્કિનટોન એકસમાન બને
ડાર્ક સર્કલ્સ અને પફીનેસ ઘટે
નૅચરલ ગ્લો વધે
સ્કિનને યંગ અને હેલ્ધી રાખે
લિમ્ફેટિક ડ્રેનેજ માત્ર એક મસાજ-ટેક્નિક નથી, પરંતુ નૅચરલ બ્યુટી-બૂસ્ટર છે. આ મસાજ દ્વારા સ્કિનની અંદર રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે જે ત્વચાને અંદરથી ક્લીન અને ગ્લોઇંગ બનાવે છે. હવે ઘણી સેલિબ્રિટીઝ અને સ્કિનકૅર એક્સપર્ટ્સ પણ આ ટેક્નિકને પોતાના બ્યુટી-રૂટીનનો ભાગ બનાવી રહ્યાં છે.


