જો તમને લાગતું હોય કે નેઇલ-આર્ટ એટલે ફક્ત ગ્લિટર અને લાલ-ગુલાબી રંગો તો આ નવો ટ્રેન્ડ તમારી માન્યતા બદલી નાખશે
ડૉલ્ફિન સ્કિન નેઇલ્સ
રેડ કાર્પેટથી લઈને હાઈ-પ્રોફાઇલ સૅલોં સુધી અત્યારે ૨૦૨૬માં ડૉસ્ફિન સ્કિન નેઇલ્સ નામનો એક નવો નેઇલ-ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે. અતિશય ચમકાટ અને ગ્રે શેડ્સમાં જોવા મળતો આ ટ્રેન્ડ એની સૌમ્યતા અને લક્ઝરી લુક માટે જાણીતો બન્યો છે.
ટ્રેન્ડની શરૂઆત
ADVERTISEMENT
આ ટ્રેન્ડ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે પ્રખ્યાત સિંગર અને ઍક્ટર ડેમી લોવાટો એક ઇવેન્ટમાં આ ખાસ નેઇલ-આર્ટ સાથે જોવા મળી હતી. જાણીતી નેઇલ-આર્ટિસ્ટ નૅટલી મિનરવા દ્વારા તૈયાર કરાયેલા આ નેઇલ્સ એટલા સ્મૂધ અને શાઇની હતા કે ડેમી લોવાટોએ પોતે જ એને ડૉલ્ફિન સ્કિન જેવું નામ આપ્યું છે. ત્યારથી સોશ્યલ મીડિયા પર આ નેઇલ-ટ્રેન્ડ શરૂ થયો છે.
કેમ આવું નામ?
ડૉલ્ફિન સ્કિન નેઇલ નામ આપવા પાછળનું કારણ એની ખાસ ચમક અને ટેક્સચર છે. ડૉલ્ફિન જ્યારે પાણીની બહાર આવે છે ત્યારે એની ત્વચા ભીની, લીસી અને સૂર્યના પ્રકાશમાં એક ખાસ પ્રકારની ગ્લૉસી ચમક આપે છે. આ નેઇલ-આર્ટમાં પણ એવો જ વેટ લુક અને સ્મૂધ ફિનિશિંગ જોવા મળે છે.
ખાસિયત શું?
ડૉલ્ફિન સ્કિન નેઇલ્સની મુખ્ય ઓળખ એના પૂલ ટોન ગ્રે શેડ્સ અને અલ્ટ્રા ગ્લૉસી ફિનિશ છે.
રિફ્લેક્ટિવ લુક : આમાં નેઇલ્સ કાચ જેવા ચમકદાર લાગે છે જે પ્રકાશને હળવેથી રિફ્લેક્ટ કરે છે.
ગ્રે શેડ્સનો જાદુ : એમાં સૉફ્ટ ગ્રે કે બ્લુ ગ્રે જેવા કલર્સ વપરાય છે જે દરેક પ્રકારના આઉટફિટ સાથે ક્લાસી લાગે છે.
સૉફ્ટનેસ : આ ટ્રેન્ડ વધુપડતા ગ્લિટર કે ભપકાદાર ક્રોમ નેઇલ્સ કરતાં અલગ છે કારણ કે એ દેખાવમાં ખૂબ જ સૉફ્ટ અને ભવ્ય લાગે છે.
આકાર અને સ્ટાઇલ
આ ટ્રેન્ડ માટે મોટા ભાગે સ્ક્વૉવલ આકાર પસંદ કરવામાં આવે છે જે સ્ક્વેર અને ઓવલનું મિશ્રણ છે. આ શેપ નખની ચમકને વધારે છે અને રોજિંદા કામમાં પણ આરામદાયક રહે છે.
એક્સપરિમેન્ટ
આધુનિક ફૅશનપ્રેમીઓ ડૉલ્ફિન સ્કિન ટ્રેન્ડને માત્ર હાઈ ગ્લૉસ ફિનિશ પૂરતો મર્યાદિત ન રાખતા એમાં પોતાની કળાત્મકતા પણ ઉમેરી રહ્યા છે. જેમ કે
નેઇલ-આર્ટમાં નખ પર ડૉલ્ફિનના સુંદર ઇલસ્ટ્રેશન્સ, દરિયાઈ મોજાંની પૅટર્ન અને ચમકતા સિલ્વર ગ્લિટરનો ઉપયોગ કરી રહ્યા છે.


