ફાંદ ધરાવતા પુરુષોને હંમેશાં એ પ્રશ્ન સતાવતો હોય છે કે કઈ રીતે તેઓ કપડાં પહેરે જેથી તેમની ફાંદ ન દેખાય. એ માટે રાઇટ આઉટફિટ્સ સિલેક્ટ કરવાં ખૂબ જરૂરી છે. આ રહી કેટલીક ફૅશનટિપ્સ જેને ફૉલો કરીને તમે તમારી ફાંદને છુપાવી શકો છો
સ્ટાઇલ ટીપ
જેઠાલાલ ( દિલીપ જોશી )
ઘણી વાર રાઇટ આઉટફિટ્સ સિલેક્ટ કરીને તમે તમારી પર્સનાલિટીને ઇનહૅન્સ કરી શકો છો. આ આઉટફિટ્સ તમારે તમારા બૉડી-શેપના હિસાબે સિલેક્ટ કરવાં જોઈએ. ઘણી વાર ફાંદ ધરાવતા પુરુષોને આઇડિયા હોતો નથી કે તેમણે કયા પ્રકારનાં કપડાં પહેરવાં જોઈએ. એટલે તેઓ રૉન્ગ આઉટફિટ્સ સિલેક્ટ કરવાની ભૂલ કરી લે છે. પરિણામે ફાંદ છુપાવાને બદલે વધુ આગળ પડતી દેખાઈ આવે છે. તમારી સાથે આવું ન થાય એટલા માટે આજે અહીં એક્સપર્ટ પાસેથી જાણીએ કેટલીક ફૅશનટિપ્સ.
કલરની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જેમ કે ફાંદ છુપાવવા માટે બ્લૅક કલરનાં આઉટફિટ્સ બેસ્ટ છે, કારણ કે એ રંગ ભ્રમ પેદા કરે છે એટલે એમાં ફાંદ જલદી નજરે ચડતી નથી.
ADVERTISEMENT
સાઇઝ કરે છે મૅટર
ફૅશન-ડિઝાઇનર રશ્મિ શાહ કહે છે, ‘સૌથી પહેલાં તો તમારા બૉડી-શેપને સૂટ થાય એવાં કપડાં પહેરવાં જોઈએ. હવે ઘણા લોકો એવું વિચારે કે ઢીલાં કપડાં પહેરું તો મારી ફાંદ ઢંકાઈ જશે. જોકે આ તેમની ભૂલ છે, કારણ કે ઓવરસાઇઝનાં કપડાં પહેરવાથી તમે વધુ જાડા લાગશો. એટલે હંમેશાં જરૂરથી વધારે ટાઇટ કે ઢીલાં કપડાં પહેરવાને બદલે એવાં કપડાં પહેરો જે તમારી બૉડીને ફિટ બેસે. હવે સારા ફિટિંગનો મતલબ એ કે એને પહેર્યા બાદ એ જરૂરથી વધારે ઢીલાં ન હોય અને એટલાં ટાઇટ પણ ન હોય કે શરીરની બેઝિક મૂવમેન્ટ કરવામાં તમને પ્રૉબ્લેમ થાય. એવાં કપડાં પહેરો જેમાં તમે એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરો.
ટી-શર્ટ કરતાં શર્ટ છે બેસ્ટ
જો તમારી ફાંદ મોટી હોય તો તમારે બને ત્યાં સુધી ટી-શર્ટ પહેરવાનું ટાળીને શર્ટ પહેરવાં જોઈએ. આનું કારણ એ છે કે બટનવાળાં શર્ટ હોય છે એ અંદરથી સ્ટ્રક્ચર્ડ હોય છે. એનું ફિટિંગ એવું હોય છે કે એને પહેરનારની બૉડીને એક સ્ટ્રક્ચર આપે છે. બીજી બાજુ ટી-શર્ટ અનસ્ટ્રક્ચર્ડ આઉટફિટ છે. ટી-શર્ટ બૉડીને શેપ આપવાને બદલે એ પોતે બૉડીના શેપના હિસાબે ઢળી જાય છે. આમ જોવા જઈએ તો શર્ટની સરખામણીમાં ટી-શર્ટ વધુ કમ્ફર્ટેબલ હોય છે, પણ બૉડીને શેપ આપવાનું કામ શર્ટ સારી રીતે કરી શકે છે. એટલે ફાંદ હોય એવા લોકોએ ટી-શર્ટને બદલે શર્ટ વધુ પહેરવાં જોઈએ. શર્ટમાં એક તો ફુલ સ્લીવ્ઝનાં ફૉર્મલ શર્ટ આવે છે, પણ જો તમારે એ ન પહેરવાં હોય તો તમે હાફ સ્લીવ્ઝનાં કૅઝ્યુઅલ શર્ટ પણ પહેરી શકો છે. એ પહેરવામાં કમ્ફર્ટેબલ હોય છે.
ડિઝાઇનનું ધ્યાન રાખવું જરૂરી
જો તમારે ટી-શર્ટ જ પહેરવું હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે જે ટી-શર્ટ પહેર્યું છે એની ડિઝાઇન કેવી છે? તમારી ફાંદ વધુ હોય તો તમારે આડી લાઇનવાળું ટી-શર્ટ પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે એને કારણે તમારું પેટ વધુ પહોળું હોય એવો આભાસ થશે. એને બદલે તમે ઊભી લાઇનવાળું ટી-શર્ટ પહેરી શકો. બીજું એ કે ફક્ત ટી-શર્ટ પહેરવાને બદલે તમારે એના પર જૅકેટ પહેરવું જોઈએ. એ તમને સ્ટાઇલિશ લુક તો આપશે જ, પણ તમારી ફાંદ છુપાવવામાં પણ મદદ કરશે. જો ફક્ત ટી-શર્ટ જ પહેરવું હોય તો તમે પોલો ટી-શર્ટ પહેરી શકો. આ ટી-શર્ટમાં ઉપર કૉલર અને નીચે ત્રણ બટન હોય છે. આમ તો આ હોય છે ટી-શર્ટ, પણ અંદરથી સ્ટ્રક્ચર્ડ હોય છે એટલે નૉર્મલ ટી-શર્ટની કમ્પેરમાં આ ટી-શર્ટમાં તમારી ફાંદ થોડી ઓછી દેખાશે.
ડાર્ક કલરના શેડ ચૂઝ કરો
કલરની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જેમ કે ફાંદ છુપાવવા માટે બ્લૅક કલરનાં આઉટફિટ્સ બેસ્ટ છે, કારણ કે એ રંગ ભ્રમ પેદા કરે છે એટલે એમાં ફાંદ જલદી નજરે ચડતી નથી. બ્લૅક સિવાય તમે ડાર્ક શેડ્સનાં કપડાં પહેરશો તો પણ સ્લિમ દેખાશો. જેમ કે નેવી બ્લુ, રેડ, બ્રાઉન, ડાર્ક ગ્રીન. બીજું એ કે તમે સેમ કલરનાં બટ ડિફરન્ટ શેડનાં શર્ટ અને ટ્રાઉઝર પહેરો તો પણ તમારી ફાંદ પર લોકોનું વધુ ધ્યાન નહીં જાય. જેમ કે તમે સેમ મૉનોટોનસમાં નીચે બ્રાઉન કલરનું ટ્રાઉઝર પહેરો અને ઉપર કૉફી કલરનું શર્ટ પહેરશો તો વધુ ડિફરન્સ નહીં દેખાય અને સ્લિમ લુક આવશે.
નીચે આ પ્રકારનું ટ્રાઉઝર પહેરો
નીચે તમે કેવા પ્રકારનું ટ્રાઉઝર પહેરો છો એનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. જેમ કે હેલ્ધી લોકોએ સ્કિની ફિટને બદલે રેગ્યુલર અથવા તો સ્ટ્રેટ ફિટ ટ્રાઉઝર પહેરવાં જોઈએ. બીજું એ કે તમારા ટ્રાઉઝરમાં પ્લીટ્સ ન હોવી જોઈએ, કારણ કે એને કારણે વધુ વેઇટનું ઇલ્યુઝન ક્રીએટ થાય છે. ટ્રાઉઝરની લેન્થને લઈને પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. તમારા ટ્રાઉઝરની નીચેના ભાગમાં વધુ પડતું એક્સ્ટ્રા ફૅબ્રિક ન હોવું જોઈએ. નહીંતર તમને એ સ્લિમિંગને બદલે વેઇટેડ ઇફેક્ટ આપશે.
શર્ટની સરખામણીમાં ટી-શર્ટ વધુ કમ્ફર્ટેબલ હોય છે, પણ બૉડીને શેપ આપવાનું કામ શર્ટ સારી રીતે કરી શકે છે. એટલે ફાંદ હોય એવા લોકોએ ટી-શર્ટને બદલે શર્ટ વધુ પહેરવાં જોઈએ.