Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ કોહલી બની ગયો છે વાઇટ- ક્રિકેટનો કિંગ

વિરાટ કોહલી બની ગયો છે વાઇટ- ક્રિકેટનો કિંગ

Published : 27 October, 2025 08:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વન-ડે અને T20 ફૉર્મેટના કુલ રનના મામલે સચિન તેન્ડુલકરનો મહારેકૉર્ડ કર્યો ધ્વસ્ત

વિરાટ કોહલી

વિરાટ કોહલી


ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીએ અંતિમ મૅચમાં ૭૪ રન ફટકારીને મોટો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. વાઇટ-બૉલ ક્રિકેટ એટલે કે વન-ડે અને T20 ઇન્ટરનૅશનલમાં તે હવે સૌથી વધુ રન ફટકારનાર પ્લેયર બની ગયો છે. તેણે આ મામલે સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તોડ્યો છે.

સચિન તેન્ડુલકરે પોતાની ઇન્ટરનૅશનલ કરીઅરમાં ૪૫૨ વન-ડે ઇનિંગ્સમાં ૧૮,૪૨૬ રન અને એક T20 ઇનિંગ્સમાં ૧૦ રન સાથે વાઇટ-બૉલ ક્રિકેટમાં ૧૮,૪૩૬ રન કર્યા છે, જ્યારે વિરાટ કોહલીએ ૪૧૦ ઇન્ટરનૅશનલ વાઇટ-બૉલ ક્રિકેટ-ઇનિંગ્સમાં ૧૮,૪૪૩ રન કરીને માસ્ટર બ્લાસ્ટરનો ૧૨ વર્ષ જૂનો મહારેકૉર્ડ તોડ્યો છે. કિંગ કોહલી ૨૯૩ ઇનિંગ્સમાં ૧૪,૨૫૫ રન કરીને હાલમાં વન-ડેનો નંબર-ટૂ બૅટર બન્યો છે, જ્યારે T20 ઇન્ટરનૅશનલની ૧૧૭ ઇનિંગ્સમાં તે ૪૧૮૮ રન કરીને આ ફૉર્મેટના હાઇએસ્ટ રન-સ્કોરરમાં ત્રીજા ક્રમે છે.



6000- વન-ડેમાં સફળ રન-ચેઝમાં આટલા હજાર રન કરનાર પહેલો ક્રિકેટર બન્યો વિરાટ કોહલી (૬૦૭૨ રન)


વાઇટ-બૉલ ક્રિકેટમાં સૌથી વધુ ઇન્ટરનૅશનલ રન

નામ

ઇનિંગ્સ

રન

વિરાટ કોહલી

૪૧૦

૧૮,૪૪૩

સચિન તેન્ડુલકર

૪૫૩

૧૮,૪૩૬

કુમાર સંગાકારા

૪૩૩

૧૫,૬૧૬

રોહિત શર્મા

૪૧૯

૧૫,૬૦૧

માહેલા જયવર્દને

૪૭૩

૧૪,૧૪૩


૭૦- આટલી વખત વન-ડેમાં રન-ચેઝ સમયે ૫૦ પ્લસની ઇનિંગ્સ રમીને વિરાટે સચિનનો ૬૯ વખતનો રેકૉર્ડ પણ તોડ્યો


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2025 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK