Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ઘર સ્પેશ્યસ લાગે એ માટે અપનાવો ફ્લોટિંગ પૂજાઘરનો ટ્રેન્ડી કન્સેપ્ટ

ઘર સ્પેશ્યસ લાગે એ માટે અપનાવો ફ્લોટિંગ પૂજાઘરનો ટ્રેન્ડી કન્સેપ્ટ

Published : 12 November, 2026 04:28 PM | Modified : 12 November, 2026 04:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તહેવારો પૂરા થયા પછી પણ ઘરનો લુક એટલો જ ક્લાસિક અને રિફ્રેશિંગ રહે એ માટે મં‌‌દિરનું સ્માર્ટ ઇન્ટીરિયર હોવું જરૂરી છે. ફ્લૅટ્સ અને નાનાં ઘરોમાં મંદિર માટે અલગ રૂમ બનાવવો મુશ્કેલ હોય છે.

ફ્લોટિંગ પૂજાઘર

ફ્લોટિંગ પૂજાઘર


તહેવારો પૂરા થયા પછી પણ ઘરનો લુક એટલો જ ક્લાસિક અને રિફ્રેશિંગ રહે એ માટે મં‌‌દિરનું સ્માર્ટ ઇન્ટીરિયર હોવું જરૂરી છે. ફ્લૅટ્સ અને નાનાં ઘરોમાં મંદિર માટે અલગ રૂમ બનાવવો મુશ્કેલ હોય છે ત્યારે વૉલ-માઉન્ટેડ કે ફ્લોટિંગ પૂજાઘરનો કન્સેપ્ટ બેસ્ટ સૉલ્યુશન તરીકે પૉપ્યુલર થઈ રહ્યો છે.

આજના મૉડર્ન અપાર્ટમેન્ટ્સ અને ફ્લૅટ્સમાં સૌથી મોટો પડકાર હોય છે ઓછી જગ્યા. ખાસ કરીને ઘરમાં પવિત્ર અને શાંત પૂજાસ્થાન બનાવવું, જ્યાં જગ્યાનો પણ સદુપયોગ થાય અને ઇન્ટીરિયર સાથે મેળ પણ બેસે. આ સમસ્યાનું ઉત્તમ સૉલ્યુશન છે ફ્લોટિંગ પૂજાઘર. લિવિંગ-રૂમ કે બેડરૂમની દીવાલ પર બૅકબોર્ડ સાથે સેટ થતાં આ મંદિરો અત્યારે ભારે ટ્રેન્ડમાં છે. ઘરને ક્લાસિક અને મિનિમલ લુક આપે એવાં ફ્લોટિંગ પૂજાઘર કેવાં બનાવવાં એની ગાઇડ જાણી લેજો.



વુડન પૅનલિંગ


વૉલ-માઉન્ટેડ મંદિરમાં બૅકબોર્ડ માટે સાગના લાકડાનો ઉપયોગ ટાઇમલેસ લુક આપે છે. બૅકબોર્ડમાં ઓમ, ગાયત્રી મંત્ર કે જાડી પૅટર્નવાળું CNC કટિંગ કરાવીને પાછળથી સૉફ્ટ વૉર્મ લાઇટ મૂકવાથી ખૂબ જ શાંત અને આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય છે.

માર્બલ ફિનિશ ફ્લોટિંગ શેલ્ફ


જો તમને મિનિમલિસ્ટિક અને મૉડર્ન લુક પસંદ હોય તો દીવાલ પર માર્બલ અથવા ક્વાર્ટ્ઝ મટીરિયલની ફ્લોટિંગ શેલ્ફ બેસ્ટ ઑપ્શન છે. નીચેના ભાગમાં નાનાં ડ્રૉઅર્સ બનાવી શકાય, જેથી દીવો, વાટ, અને અગરબત્તી જેવી પૂજાની સામગ્રી છુપાઈ જાય અને બહારથી માત્ર સ્વચ્છતા અને સોબરનેસ દેખાય.

વાંસ અને પિત્તળનું ફ્યુઝન

આજકાલ રેટ્રો અને અર્થલી લુક ખૂબ જ ડિમાન્ડમાં છે. વુડન ફ્રેમ સાથે વાંસની જાળીવાળા દરવાજા ધરાવતું ફ્લોટિંગ મંદિર ક્લાસી લાગે છે. એની સાથે નાની પિત્તળની ઘંટડી કે હૅન્ગિંગ લૅમ્પ ઉમેરવાથી ટ્રેડિશનલ અને મૉડર્નનો સુંદર સમન્વય થાય છે.

ગ્લાસ અને હિડન પ્રોફાઇલ લાઇટિંગ

નાની જગ્યાને મોટી દર્શાવવા માટે કાચ ઉત્તમ માધ્યમ છે. ફ્લોટિંગ મંદિરની સાઇડ પૅનલ્સ અથવા શટર ગ્લાસના રાખવાથી સ્પેસ ખુલ્લી લાગે છે. અંદરના ભાગમાં હિડન LED પ્રોફાઇલ લાઇટ્સ મૂકવાથી પૂજાઘર આખો દિવસ અને રાત્રે પણ સૉફ્ટ ગ્લો આપે છે, જે આખા રૂમના એમ્બિયન્સને પ્રીમિયમ બનાવે છે.

મલ્ટી-ફંક્શનલ સ્ટોરેજ
સાથે ફ્લોટિંગ યુનિટ

નાના ઘરમાં જગ્યાનો દરેક ઇંચ કીમતી હોય છે. ફ્લોટિંગ પૂજાઘરની નીચેના ભાગમાં સ્લાઇડિંગ પુલ આઉટ ટ્રે રાખી શકાય, જે માત્ર આરતી કે પ્રસાદ ધરાવતી વખતે જ બહાર ખેંચી શકાય. આ ડિઝાઇન દૈનિક વપરાશ માટે અત્યંત વ્યવહારુ છે.

ખાસ ટિપ

પૂજાઘરની આસપાસની દીવાલ પર બહુ ભારે કે ઘેરા રંગો કરવાના બદલે ઑફ-વાઇટ, બેજ, કે પેસ્ટલ શેડ્સ પસંદ કરો. આ સિવાય ખુલ્લા વાયર્સ કે વધારાનો સામાન દેખાય નહીં એનું ધ્યાન રાખવાથી સ્માર્ટ ડિઝાઇનિંગ સાથેનું ફ્લોટિંગ મંદિર તમારા ઘરની સુંદરતા વધારશે.

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK