Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > નાજુક સાડીમાં પણ દેખાઈ શકાય પાવરફુલ

નાજુક સાડીમાં પણ દેખાઈ શકાય પાવરફુલ

Published : 09 February, 2026 03:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાણો કેવી રીતે કંગના રનૌતે પરંપરાગત સાડીને બ્લેઝર અને બેલ્ટ સાથે જોડીને એક નવો કૉર્પોરેટ લુક આપ્યો છે જે આધુનિક નારીના આત્મવિશ્વાસને રજૂ કરે છે

કંગના રનૌત

કંગના રનૌત


અભિનેત્રી અને સંસદસભ્ય કંગના રનૌતે સાબિત કરી દીધું છે કે પાવર ડ્રેસિંગ એટલે માત્ર વેસ્ટર્ન ફૉર્મલ સૂટ કે પૅન્ટ નથી. તેણે ભારતીય સાડીને સત્તા અને આત્મવિશ્વાસના નવા પ્રતીક તરીકે રજૂ કરી છે.

ફૅશન-એક્સપર્ટ તેના આ અંદાજને સર્ટોરિયલ ડિપ્લોમસી તરીકે ઓળખાવી રહ્યા છે જ્યાં કપડાં બોલ્યા વગર જ વ્યક્તિત્વની મજબૂત છાપ છોડે છે.  



દિલ્હીની કડકડતી ઠંડી હોય કે ઑફિશ્યલ મીટિંગ, કંગનાએ સાડી પહેરવાની રીતમાં ક્રાન્તિ લાવી છે. તેણે પરંપરાગત શાલને બદલે ટ્રેન્ચ કોટ્સ અને બ્લેઝર્સનો ઉપયોગ શરૂ કર્યો છે. રેશમી કે હૅન્ડલૂમની સાડીની ઉપર લાંબો ઓવરકોટ અથવા શાર્પ બ્લેઝર પહેરવું એ તેની ઓળખ બની ગઈ છે. આ શૈલી એ વાતનું પ્રતીક છે કે તે ભારતીય મૂળ સાથે જોડાયેલી હોવા છતાં વૈશ્વિક અને આધુનિક વિચારધારા ધરાવે છે.


કંગનાની ફૅશનમાં સ્ટ્રક્ચરનું ખૂબ મહત્ત્વ છે. તેણે સાડીની ઉપર ચામડાના પાતળા બેલ્ટ બાંધીને એને એક નવો કૉર્પોરેટ લુક આપ્યો છે. આ પ્રયોગ સાડીને એક શિસ્તબદ્ધ અને વ્યાવસાયિક દેખાવ આપે છે. આ ઉપરાંત તેણે બ્લાઉઝના સ્થાને ટર્ટલ નેક સ્વેટર કે ક્રૂ-નેક ટૉપ્સ પહેરીને સાબિત કર્યું છે કે સાડીને સીઝન મુજબ ગમે તે રીતે અનુકૂળ બનાવી શકાય છે.

કંગનાનો નવો અવતાર ક્યારેય ભપકાદાર નથી લાગતો કારણ કે તે ક્વાએટ લક્ઝરીમાં માને છે. તેનો મેકઅપ ન્યુટ્રલ હોય છે. ઇન્દિરા ગાંધી અને મહારાણી ગાયત્રીદેવીની યાદ અપાવતો પર્લ નેકલેસ તેની સ્ટાઇલનું અભિન્ન અંગ છે જે તેની ગંભીરતામાં વધારો કરે છે. તે અવારનવાર લક્ઝરી હૅન્ડબૅગ્સ અને પૉઇન્ટેડ ટો બૂટ્સ સાથે જોવા મળે છે જે તેના લુકને અત્યંત પ્રોફેશનલ ફિનિશ આપે છે.


દેશના વિવિધ પ્રાંતની હૅન્ડલૂમ સાડીઓ પહેરીને કંગના માત્ર સુંદર નથી દેખાતી, તે ભારતીય કારીગરી અને લોકલ ફૉર વોકલના સંદેશને પણ મજબૂત કરે છે. તેની સાડીની દરેક પાટલીમાં ગર્વ અને આત્મવિશ્વાસ ડોકાય છે. કંગના રનૌતે ફૅશનના નિયમોને નવેસરથી લખ્યા છે. તેણે બતાવ્યું છે કે સત્તા અને સ્ત્રીત્વ એકબીજાનાં વિરોધી નથી. જો તમે આત્મવિશ્વાસથી ભરપૂર હો તો સાડી પણ દુનિયાનો સૌથી શક્તિશાળી પાવર ડ્રેસ બની શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK