Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > મેન્સ પાઉચ હવે પુરુષો માટે નવું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની રહ્યાં છે

મેન્સ પાઉચ હવે પુરુષો માટે નવું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની રહ્યાં છે

Published : 21 April, 2026 03:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો તમે તમારી સ્ટાઇલ-ગેમને અપગ્રેડ કરવા માગતા હો તો એક સારું પાઉચ તમારા કલેક્શનમાં રાખવાથી આખી સ્ટાઇલિંગ બદલાઈ જશે...

મેન્સ પાઉચ હવે પુરુષો માટે નવું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની રહ્યાં છે

મેન્સ પાઉચ હવે પુરુષો માટે નવું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની રહ્યાં છે


વર્ષોથી પુરુષોની ફૅશન માત્ર પૅન્ટનાં ખિસ્સાંમાં બધો જ સામાન સમાવી લેવા સુધી મર્યાદિત હતી, જેને કારણે ઘણી વાર ફિટિંગ અને લુક બન્ને બગડતાં હતાં. જોકે હવે બૅગ્સ ફૉર મેનનો કન્સેપ્ટ સોશ્યલ સ્ટેટસ અને સુવિધાનો સમન્વય બની ગયો છે. રણવીર સિંહે જે રીતે લાલ પાઉચને કૉન્ફિડન્સ સાથે કેરી કર્યું એણે સાબિત કરી દીધું કે ફૅશનમાં હવે કોઈ બાઉન્ડરી નથી. અત્યાર સુધી જે પાઉચને માત્ર યુટિલિટી કે લેડીઝ ક્લચ માનવામાં આવતાં હતાં એને રણવીરે એક હાઈ-એન્ડ સ્ટેટમેન્ટ ઍક્સેસરીમાં ફેરવી નાખ્યાં છે.

કેમ બની રહી છે પુરુષોની પહેલી પસંદ?
સ્માર્ટફોન, પાવરબૅન્ક, ઍરપૉડ્સ અને સૅનિટાઇઝર એવી ચીજો છે જેમને સાથે રાખવી જ પડે છે અને આ બધું પૅન્ટના ખિસ્સામાં સમાવવું અઘરું છે. દેખાવમાં પણ એ લુકને બગાડવાનું કામ કરે છે. આ બધી ચીજો જો પાઉચમાં રાખવામાં આવે તો એ ક્લટર-ફ્રી લુક આપે છે અને સાથે જ તમારા આઉટફિટને શાર્પ અને મૉડર્ન ટચ આપે છે.

જો પાઉચ સ્ટાઇલ કરવું હોય તો?
લેધર પાઉચ : જો તમે મીટિંગમાં કે કોઈ ફૉર્મલ ઇવેન્ટમાં જતા હો તો બ્લૅક, બ્રાઉન કે ટૅન કલરનું લેધર પાઉચ સૉફિસ્ટિકેટેડ લુક આપશે અને સૂટ કે શર્ટ-ટ્રાઉઝર સાથે ક્લાસી લાગશે.
પૉપ ઑફ કલર : જો તમે રણવીર સિંહની જેમ બોલ્ડ દેખાવા માગતા હો તો ન્યુટ્રલ કપડાં સફેદ કે બ્લૅક સાથે બ્રાઇટ કલરનું પાઉચ જેમ કે લાલ, ઇલેક્ટ્રિક બ્લુ કે નિયોન ગ્રીન ટ્રાય કરો. આ પાઉચ આખા લુકનું મેઇન અટ્રૅક્શન બની જશે.

મોનોગ્રામ અને પ્રિન્ટેડ પાઉચ : લક્ઝરી બ્રૅન્ડ્સમાં અત્યારે લોગો કે મોનોગ્રામવાળાં પાઉચ ખૂબ જ ટ્રેન્ડમાં છે. રણવીર પાસે રહેલું લાલ પાઉચ પણ ક્લાસિક મોનોગ્રામ ડિઝાઇનનું હતું. જો તમે સ્ટ્રીટવેઅર કે કેઝ્યુઅલ લુક પસંદ કરતા હો તો ગ્રાફિક પ્રિન્ટ્સ કે બ્રૅન્ડ લોગોવાળું પાઉચ યુનિક વાઇબ આપશે.

ઑર્ગેનાઇઝર કમ ક્લચ :કેટલાંક પાઉચમાં અંદરના ભાગમાં સ્લૉટ્સ હોય છે જે કાર્ડ્સ અને કૅશ રાખવામાં મદદ કરે છે. આ પાઉચને તમે સીધું હાથમાં પકડીને હૅન્ડ-ક્લચની જેમ કૅરી કરી શકો છો. એ ખાસ કરીને લગ્ન કે સામાજિક પ્રસંગોમાં કુરતા-પાયજામા સાથે ખૂબ જ કૂલ લાગે છે. બહુ મોટું પાઉચ બૅગ જેવું લાગશે અને બહુ નાનું પાઉચ કામ નહીં આવે. મધ્યમ કદનું પાઉચ પસંદ કરો જે હાથમાં સરળતાથી પકડી શકાય. જો લૉન્ગ ટર્મ વાપરવું હોય તો ક્વૉલિટી લેધર કે કૅન્વસ મટીરિયલ પર પસંદગી ઉતારવી.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK